પૂજ્ય મોરારી બાપૂએ આદરણીય દ્રૌપદી મુર્મુને અભિનંદન આપ્યાં

સમાચાર

 

જુલાઇ, 2022: આદરણીય દ્રૌપદીજી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી  મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે એક સાધુ તરીકે મને ખૂબજ આનંદ થયો છે અને વ્યક્તિગત ધોરણે હું ગૌરવ અનુભવું છું. રાષ્ટ્રની વધુ સેવા કરવા આપને વધુ શક્તિ મળે અને તેના ફળ સમગ્ર રાષ્ટ્રને પ્રાપ્ત થાય તેવી શ્રી હનુમાનજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ફરી એકવાર હું પ્રસન્નતા વ્યક્ત કરું છું, તેમ તેમણે ઉમેર્યું હતું.

TejGujarati