ઇન્ડિયન મેડિકલએસોસિએશન, રાજપીપલા પણ રાજ્યવ્યાપી હડતાલમાં 22મીએ જોડાઈ રાજપીપલા ના તબીબો હડતાલમાં જોડાશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ઇન્ડિયન મેડિકલ
એસોસિએશન, રાજપીપલા પણ રાજ્યવ્યાપી હડતાલમાં 22મીએ જોડાઈ રાજપીપલા ના તબીબો હડતાલમાં જોડાશે

ઈમરજન્સી સારવાર ગુજરાતમાં પહેલી વખત ખાનગી હોસ્પિટલોમાં બંધ રહેશે.

રાજપીપલા, તા.21

ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ અલગ આદેશના વિરોધમાં ઇંડિયન મેડિકલ એસોસિએશને 22મીના રોજ રાજ્યવ્યાપી હડતાલ નું એલાન આપ્યું છે. એના સંદર્ભમાં ઇંડિયન મેડિકલ એસોસિએશન
રાજપીપળા બ્રાંચ દ્વારાપણ એક દિવસમાટે 24 કલાકની હડતાળનું એલાન જાહેર કર્યું છે
.ઇંડિયન મેડિકલ એસોસિએશન
રાજપીપળા બ્રાંચના પ્રમુખ ડો. ગિરીશ આનંદના જણાવ્યા અનુસાર તા 22મી ના રોજ
ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ અલગ આદેશના વિરોધમાંરાજ્યભરના તમામ પ્રાઇવેટ ડૉક્ટરો હડતાળ પાડશે.એમાં રાજપીપલા ના તબીબોપણ હડતાલમાં જોડાશે.જે તા. 22મી
શુક્રવાર સવારે 8કલાકથી 23/7/2022 સવારે 8 કલાક સુધી)હડતાલ ચાલુ રહેશે.જોકે OPD તથા ઈમરજન્સી સારવાર ગુજરાતમાં પહેલી વખત ખાનગી હોસ્પિટલોમાં બંધ રહેશે. દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે
સરકારી અથવા ટ્રની
હોસ્પિટલમાં સારવાર અપાશે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati