પોલીસકર્મી બન્યો બુટલેગર : અમદાવાદના પોલીસકર્મીને વિદેશી દારૂની કારમાં ખેપ મારતો મેઘરજ પોલીસે દબોચ્યો, બે સાથીદારને ઝડપ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પોલીસકર્મી બન્યો બુટલેગર : અમદાવાદના પોલીસકર્મીને વિદેશી દારૂની કારમાં ખેપ મારતો મેઘરજ પોલીસે દબોચ્યો, બે સાથીદારને ઝડપ્યા

સામાન્ય રીતે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પકડવાની જવાબદારી પોલીસની હોય છે. પરંતુ જો કોઈ પોલીસ કર્મચારી દારૂના ધંધામાં જોડાઈ જાય તો આરોપીઓને કોણ પકડશે એ મોટો સવાલ છે. આ પહેલી વાર નથી કે, કોઈ પોલીસ દારૂ સાથે પકડાયો છે આ પેહલા પણ અનેક પોલીસ કર્મચારીઓ દારૂ સાથે પકડાઈ ગયા છે. અમદાવાદની વિશેષ શાખામાં ફરજ બજાવતા *તુષાર ગોરધન પટેલ* નામના પોલીસ કર્મચારીને મેઘરજ પોલીસે કારમાં બે મિત્રો સાથે દારૂની હેરાફેરી કરતો દબોચી લેતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી છે મેઘરજ મહિલા પીએસઆઈ પરમારે કોઈ પણ સહ શરમ રાખ્યા વગર બુટલેગર બનેલ પોલીસકર્મી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ પીએસઆઈ એચ.એસ પરમાર અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા ગેલી માતાના મંદિર નજીક રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર આવતી હોવાની બાતમી મળતા પોલીસે કારને અટકાવી તલાસી લેતા કારના ગુપ્ત ખાનામાંથી બિયર ટીન-41 રૂ.6150/- નો જથ્થો મળી કાર ચાલક તુષાર પટેલે અમદાવાદમાં પોલીસકર્મી હોવાનું જાણતા પોલીસ ચોકી ઉઠી હતી મેઘરજ પોલીસે કાર ચાલક પોલીસકર્મી તુષાર ગોરધન પટેલ તેમજ કારમાંથી અન્ય બે બુટલેગરોને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી રૂ.1.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

INBOX :- પોલીસકર્મી બુટલેગર અને તેના સાથીદાર આરોપી કોણ કોણ

1)તુષાર ગોરધન પટેલ (રહે,નારાયણ પાર્ક, નિકોલ-અમદાવાદ)

2)સુરેશ ઉર્ફે મામા છગન પટેલ (રહે,સંસ્કાર ધામ સોસાયટી-નિકોલ)

3)રાજુ પોપટ કોટડીયા (રહે,વલ્લભ બંગ્લોઝ, નિકોલ રોડ)

TejGujarati