307કર્મચારીઓ તથા પરિવાર જનોએ કોવિડ બૂસ્ટર ડોઝલીધો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

નર્મદા સુગર,ધારીખેડામાં 307
કર્મચારીઓ તથા પરિવાર જનોએ કોવિડ બૂસ્ટર ડોઝલીધો

રાજપીપલા, તા 21

તા.21/07/2022 ના રોજ શ્રી નર્મદા સુગર(ધારીખેડા) ખાતે સુગરના કર્મચારીઓ તથા પરિવારજનોને કોવિડ બૂસ્ટર ડોઝથી વંચિત ન રહી જાય એ માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં સુગરના 307 લોકોએ કોવીડ વેકશીંનનો ત્રીજો ડોઝ લીધોહતો.

આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌથી વધુ લોકોને વેક્સીન અપાવી છે એ આપણા માટે ગૌરવની વાત છે. ત્યારે આપણા જિલ્લા માં કોઈ પણ વ્યક્તિ બુસ્ટર ડોઝથી વંચિતના રહી જાય એ માટે આપણે સૌ એ બુસ્ટર ડોઝ લેવો જોઈએ. નર્મદા સુગર ના મોટા ભાગના કર્મચારીઓ તથા પરિવારજનોને કોવિડ બૂસ્ટર ડોઝ લીધો છે એનો આનંદ હોવાનું જણાવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati