ગુજરાતની અતિવૃષ્ટિ અને મધ્યપ્રદેશની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સહાયતા રાશી પહોંચાડતા મોરારિબાપુ 

ધાર્મિક

 

 

ગત થોડા દિવસો દરમ્યાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થયેલ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લીધે અનેક નદીઓમાં પુર આવતાં જાનમાલની ખાસ્સી નુકશાની થવા પામી છે. સરકારના સુત્રો પાસેથી ઉપલબ્ધ થયેલી યાદી અનુસાર સમગ્ર ગુજરાતમાં ૫૯ જેટલા લોકોએ અતિવૃષ્ટિને લીધે પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પાંચ-પાંચ હજારની સહાયતા રાશી શ્રી હનુમંત સંવેદના સ્વરૂપે પહોંચતી કરવા પૂજ્ય મોરારિબાપુએ જણાવેલ છે.

એ જ પ્રમાણે ગઈકાલે મધ્ય પ્રદેશના ઇન્દોરથી મહારાષ્ટ્રના પુના તરફ જઈ રહેલી એક બસને અકસ્માત નડ્યો હતો અને તે ઘટનામાં ૧૩ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોના પરિજનોને પણ રૂપિયા પાંચ હજાર પ્રમાણે સહાયતા પહોંચતી કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકાર પાસેથી આ ઘટના અંગે વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને કુલ ત્રણ લાખ સાઈંઠ હજારની સહયતા રાશી આપવમાં આવશે. રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવી રહી છે.

પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તેમજ તેમનાં પરિવારજનો પ્રતિ સંવેદના પ્રગટ કરેલ છે.

 

 

TejGujarati