કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોનેપ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા. રાજપીપલા,તા 19

૧૧ મી જુલાઇ૨૨ ના રોજ કરજણ નદીના ઘોડાપૂરમાં ગામલોકો ફસાઈ ગયા હતા અને લોકોના જીવને સંકટમાં મૂકનારી આ જળ આફતથી સહેજ પણ ડર્યા વગર, વરસતા વરસાદમાં મેઘલી રાતે એન.ડી.આર.એફ.,એસ.ડી.આર.એફના જવાનોએ જિલ્લા વહીવટીતંત્રને પીઠબળ આપીને, બચાવ કાર્યના બહોળા અનુભવનો વિનિયોગ કરીને લોકોને ઉગારી લીધા હતા અને એમની જીવન રક્ષા કરી હતી. જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આ શૂરવીર જવાનોને આ જીવનરક્ષક અને પ્રશંસનીય સેવાઓ માટે પ્રશસ્તિપત્રો પ્રદાન કરી બિરદાવ્યા છે. તેમાં જણાવ્યું છે કે, "ઘોર સંકટની ઘડીમાં તમે અપ્રતિમ હિંમત અને સાહસ તેમજ વ્યવસાયિક કુશળતાનો જે અભૂતપૂર્વ સમન્વય કર્યો તે આ સંકટમાં ફસાયેલા લોકોને ઊગારનારો બની રહ્યા છો.

રિપોર્ટ :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati