કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
………………………………

કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં


પુલ વચ્ચેથી વધુ બેન્ડ વળીજતા વાહનો માટે પુલ બંધ કરાયો

પુલના બે પિલ્લરોને નુકશાન જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની
પુલ અત્યંત જોખમી બન્યો.

તકલાદી બાંધકામ સામે ઉઠ્યા ફરી સવાલો

રાજપીપલા, તા 19

તાજેતરમાં કરજણ નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા
રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી વધુ નુકશાન થવાને કારણે સત્તાવાળાઓ આ પુલને હાલ બંધ કરી દીધો છે. રાહદારીઓ અને વાહનો જઈ ન શકે તે માટે બેરીકેડ મૂકી પોલીસ મૂકી દેવાઈ છે.

આ અગાઉથી ક્ષતીયુક્ત થયો હતો ત્યારે થોડું સમાર કામ કરીનેફરીથી તેને ચાલુ કરાયો હતો બે વખત પુલનું ઉપર છલ્લુ સમાર કામ કર્યા પછી હવે ત્રીજી વખત પુલને વધુ નુકશાન થતા પુલનેફરી એકવાર બંધ કરી દેવાતા આ પુલના તકલાદી કામ અંગે અનેક સવાલો ઉભા થયાં છે.
પુલના બે પિલ્લરોને નુકશાન જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની પુલ અત્યંત જોખમી બન્યોછે પુલ વચ્ચેથી વધુ બેન્ડ વળીજતા વાહનો માટે પુલ બંધ કરાયો
છે

આ પુલ જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની
બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યોહતો. જેને કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ફરીથી આ પુલને બંધ કરવામાં આવ્યો હતો. હાલ માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ની બન્ને સાઇડે બેરિકેડ અને રેલિંગ સળિયા મારી મોટાં વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયો હતો.

આમ પુલ નું કામ તકલાદી હોવાનું પુરવાર થયુંછે પણ આજદીન સુધી કોઈ તપાસ થઈ નથી કે જવાબદાર એજન્સી અને કોન્ટ્રાકટર સામે કેમ પગલાં લેવાયા નથી? એ પ્રશ્ન લોકોના ચર્ચાઈ રહ્યો છે.

માંડ વર્ષ પહેલા લોકર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલના તકલાદી બાંધકામ સામે ફરીઅનેક સવાલો ઉઠ્યાછે
સરકાર કરોડોના ખર્ચે નવા પુલ બનાવે છૅ પણ ગુણવત્તા ન જળવાતા ભ્રષ્ટાચાર અને ખાયકી ને કારણે નબળા પુલ બનતા હોય છૅ ત્યારે આની સઘન તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છૅ
રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો બનાવ્યો હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથીઆજે અચાનક બેન્ડ વળી ગયો હતો. અને વચ્ચેથી જેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં. હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામ નું કામ કઈ એજન્સી અને ક્યાં કોન્ટ્રાક્ટર ને આપવામાં આવ્યું હતું?તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદે સરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ.શું આ પુલ તૂટી જાય કે કોઈ જાનહાની થાય એની રાહ જોવાઈ રહી છે?

અધિકારીઓ પોતેઆ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયોતેની તાત્કાલિક તપાસ કરાવેઅને જવાબદારો સામેકાયદેસર ના પગલાં લેવડાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

P To C: દીપક જગતાપ, રાજપીપલાલા

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલાલા

TejGujarati