અમદાવાદ ના 6 વર્ષ ના કેનીલ આચાર્ય એ હાઇ રેન્જ વલ્ડૅ રેકોર્ડ સ્રજયો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેહવાય છે ને કશું મેળવવા માટે ઉમર સીમીત નથી હોતી એ પછી નાની હોય કે મોટી.તમારા મનમાં જો કશુંક મકકમ રીતે કરવાની ઇચ્છા હોય તો પછી તેણે તેના લક્ષ્ય સુધી પહોચતા કોઈ પણ રોકી શકતું નથી.
જેમ ભણતર સાથે ગણતર પણ જરૂરી છે એમ આજ ના યુગમાં વીશેષ પ્રવુતી પણ એટલી જ જરૂરી થતી જાય છે. આજના નાના- નાના ભુલકાઓ પણ ડાન્સ , કરાટે, સ્કેટિંગ, સીંગીંગ તથા રમતગમતની ધણી બધી પ્રવૃતિઓમાં આગળ હોય છે અને નાની ઉંમરે જ તેમા સફળતા મેળવી તેમના કેરીયર ની શરૂઆત કરતાં હોય છે.

કઇંક એવું જ અમદાવાદ ના 6 વષૅ ના કેનીલ આચાર્ય એ 2551 મીટર ઊંચાઇ પર ઝીપ લાઇન કરી નવો વલ્ડૅ રેકોર્ડ સ્રજયો. આ ઝીપ લાઇન ચંદ્ર ગિરી હીલ પર આવેલ છે,અને જે કાઠમંડુ શહેર, નેપાળ દેશમાં આવેલ છે.
જેની નોંધ હાઇ રેન્જ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડસ મા લેવાઇ હતી તથા વલ્ડૅ રેકોર્ડસ ના પ્રમાણપત્ર અને સુવર્ણ ચંદ્રક થી અમદાવાદ ના મેયર શ્રી કિરીટકુમાર જે પરમાર ના દ્ધારા સન્માનિત કરવામાં આવેલ છે.
હાલમાં કેનીલ અમદાવાદના સાઉથ બોપલ વીસ્તારમાં અને અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ બીજા મા અભ્યાસ કરી રહેલ છે. કેનીલ નાનપણથી રમતિયાળ અને સક્રિય સ્વભાવનો છે. ભણવા ની સાથે તેને રમતગમત અને બીજી વધારાની પ્રવૃત્તિઓ મા પણ ખૂબ રસ છે.

TejGujarati