ગુજરાતના જાણીતા સ્થાપત્યકાર શ્રી ઓજસ હીરાની અને ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવીણ કે. લહેરી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજે “સંસ્થાના પ્રાદેશિક પ્રમુખ મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સૌને આવકાર્યા હતા. ગુજરાતના જાણીતા સ્થાપત્યકાર શ્રી ઓજસ હીરાની અને ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવીણ કે. લહેરી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ કલા ગુરુઓને કંકુ અને ચોખા થી સત્કાર્યા હતા .શ્રીફળ, સાકાર નો પડો અને સ્મૃતિ ભેટ આપવા માં આવી હતી.28 જેટલા કલા ગુરુઓના ચહેરા ઉપર એક અનોખી ચમક દેખાતી હતી. આવા કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે, અને નવી પેઢીને પ્રેરણા રૂપ સાબિત થાય છે. આયોજનમાં સંસ્થાના પ્રમુખ સલીલ મહેતા, મહામંત્રી જીતેન્દ્ર ઠક્કર, કારોબારીના સભ્યો સર્વ સર્વશ્રી કવિ તુષાર શુક્લ, પંડિત નીરજ પરીખ, કુલીન પટેલ ,દિલીપ દવે, સિ.ટી.પ્રજાપતિ, વિરાજ અમર અને અન્ય મિત્રોએ ખૂબ ઉત્સાહભેર પોતાની ફરજ નિભાવી હતી. કાર્યક્રમના અંતે સૌ મનભાવન ફાફડા અને જલેબી ખાઈને સંતોષ સાથે છૂટા પડ્યા હતા. 🙏🏼

TejGujarati