૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના પ્રોજેક્ટ બન્યો અમલી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના પ્રોજેક્ટ બન્યો અમલી.

રૂ.૬૨.૬૬ લાખથી વધુની રકમના પ્રોજેક્ટને નાણાંકીય આપી મંજૂરી

નર્મદા જિલ્લાની શાળાઓ હવે માત્ર વિદ્યાધામ નહિ રહે પણ તેની સાથોસાથ વરસાદી પાણીના સંરક્ષણ માટેના તીર્થધામો બનશે. રાજપીપલા,.18

જિલ્લા કલેકટર ડી.એ.શાહે CSR એક્ટિવિટી અંતર્ગત એક નવા આયામના ભાગરૂપે ચોમાસામાં નર્મદા જિલ્લાની ૫૦ જેટલી સરકારી શાળાઓની પાકી ઇમારતોની છત પરથી નકામાં વહી જતા પાણીને ઇજનેરી વ્યવસ્થા હેઠળ જમીનમાં ઉતારવાની રૂપરેખા તૈયાર કરી છે અને આ જળસંચય વ્યવસ્થા સરકારી ખર્ચે ન કરતાં, તેમાં લોક ભાગીદારી જોડવાના અભિગમ હેઠળ વિવિધ સેવા સંસ્થાઓને તેમાં સહભાગીદાર બનવા દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને સકારાત્મક પ્રતિભાવ આપતાં વડોદરાની જી.એ.સી.એલ.એજ્યુકેશન સોસાયટીએ તે પૈકી ૨૦ શાળાઓમાં આ વ્યવસ્થા માટે રૂા.૬૨.૬૬ લાખથી પણ વધુની રકમના પ્રોજેક્ટ માટે નાણાંકીય મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થા ગુજરાત સરકારની કંપની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા CSR ની જવાબદારી વહન કરવાની સાથે વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓને પીઠબળ પુરૂ પાડી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉપરોક્ત સંસ્થા ધ્વારા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ NGO મારફત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ૧૦ શાળાઓ અને તિલકવાડા તાલુકાની ૧૦ શાળાઓમાં વરસાદી પાણીને છત પરથી ધરતીના પેટાળમાં ઉતારવાની માળખાકીય વ્યવસ્થા ગોઠવવા માટે મંજૂરી આપવામાં આવેલ છે. આમ, નર્મદા જિલ્લો વરસાદી પાણીના ભૂગર્ભ ભંડારના એક નવા પ્રયોગ દ્વારા નવી દિશા દર્શાવશે તેવા સંકેત મળી રહ્યાં છે અને જિલ્લાની શાળાઓ હવે માત્ર વિદ્યાધામ નહી રહે પણ તેની સાથોસાથ વરસાદી પાણીના સંરક્ષણ માટેના તીર્થધામો બનશે.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati