નર્મદા જિલ્લાના મોવી-દેડીયાપાડા રોડનું તાત્કાલિક દૂરસ્તી કામ હાથ ધરીને લાઇટ-વેઇટ વાહનોની અવર-જવર માટે ખૂલ્લો મૂકાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લાના મોવી-દેડીયાપાડા રોડનું તાત્કાલિક દૂરસ્તી કામ હાથ ધરીને લાઇટ-વેઇટ વાહનોની અવર-જવર માટે ખૂલ્લો મૂકાયો

સાગબારા તાલુકાનો પાટ-દત્તવાડા-સોરાપાડા-ખોપી-નાલ રસ્તો પણ દુરસ્ત કરીને તમામ પ્રકારના વાહનો માટે અવર-જવર માટે ખૂલ્લો મૂકાયો

અન્ય રસ્તાઓની દુરસ્તી કામગીરી પ્રગતિ હેઠળ : સમારકામ વહેલી તકે પૂર્ણ કરીને ચાલુ કરી દેવાશે રાજપીપલા,તા 17

-નર્મદા જિલ્લામાં તાજેતરમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લાના ઘણા રસ્તાઓ તથા નાળાઓને નુકશાન થયેલ છે. જેવા કે, સ્ટ્રક્ચર તૂટી જવું, રસ્તા પર ઓવર ટોપિંગના લીધે થયેલ નુકશાન, રસ્તા પર આજુબાજુના ખેતરોની માટી આવતા સાઇડ સોલ્ડર્સનું ધોવાણ વગેરેને કારણે અનેક રસ્તાઓ બંધ કરવાની જરૂર પડી છે. જેમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળ આવતા મોવીથી-દેડીયાપાડા રોડ જેનું સ્ટ્રક્ચર તૂટવાને કારણે રસ્તો બંધ કરવામાં આવેલ હતો. જેને વરસાદ બંધ થવાની સાથે જ તાત્કાલિક સમારકામ ચાલુ કરીને લાઇટ-વેઇટ વાહનોની અવર-જવર માટે આ રસ્તો ચાલુ કરી દેવાયો છે. સાગબારા તાલુકાના પાટ-દત્તવાડા-સોરાપાડા-ખોપી-નાલનો રસ્તો પણ જરૂરી સમારકામ કરીને તમામ પ્રકારના વાહનો માટે ચાલુ કરી દેવામાં આવેલ છે. તથા બીજા અન્ય રસ્તાઓની દુરસ્તીની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરીને ચાલુ કરી દેવામાં આવશે, તેમ ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હેમંતભાઇ વસાવા તરફથી જણાવાયું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati