જેતપુરના પીઠડિયા અને વિરપુર મુકામે વંદે ગુજરાત વિકાસયાત્રાનું સામૈયા સાથે ભવ્ય સ્વાગત.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

૭૫ દિવસ સુધી ચાલનાર પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી અન્વયે ૯૨થી વધુ લોકોએ પહેલા જ દિવસે ડોઝ લઈ જાગૃતતા દર્શાવી

૫૨ લાભાર્થી પરિવારોને વિવિધ યોજનાઓ અંતગર્ત ૩૫ લાખથી વધુના લાભોથી લાભાન્વિત કરાયા

રાજકોટ તા. ૧૫ જુલાઈ – ૨૦ વર્ષમાં સરકારશ્રી દ્વારા થયેલા વિકાસકાર્યો અને માનવ કલ્યાણકારી યોજનાઓથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસની ઝાંખી દર્શાવવા લોકો સમક્ષ આજરોજ પીઠડીયા અને વિરપુર ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રાનું આગમન થયું હતું, જેનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બાળાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે કુમકુમ અને તિલક કરી સામૈયા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, ઉજવલ્લા યોજના, કુંવરબાઈનું મામેરું સહિતની વિવિધ યોજનાઓ હેઠળ બાવન લાભાર્થી પરિવારોને ૩૫ લાખથી વધુના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ વિભાગ તરફથી સગર્ભા મહિલાઓને કીટ વિતરણ, પોષણ અભિયાન પ્રમાણપત્ર, આરોગ્ય કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ, કોવિડ19 વેક્સિનનાં બુસ્ટર ડોઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી નિશાંત કુગશિયા સાહેબે જણાવ્યું હતું કે ગામડાના વિકાસમાં જ દેશનો સાચો વિકાસ છે તથા વતનપ્રેમ યોજના હેઠળ થયેલી વિવિધ કામગીરીઓ વર્ણવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત સદસ્યશ્રી તથા પૂર્વ આરોગ્ય ચેરમેનશ્રી જનકભાઈ ડોબરીયાએ આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ૭૫ દિવસ સુધી ચાલનાર કોવીડ-૧૯ પ્રિકોશન ડોઝ વિશે માહિતગાર કર્યા હતા તથા ૧૮ વર્ષથી ૫૯ વર્ષ સુધીના દરેક નાગરિકોને પ્રિકોશન ડોઝ વહેલી તકે લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ટી.પી.ઓ.શ્રી રામાનુજ સાહેબ, નાયબ મામલતદારશ્રી કાપડિયા સાહેબ, જેતપુર હેલ્થ સેન્ટરના આરોગ્ય અધિકારીશ્રી ડો. સાપરીયા સાહેબ, આયુષ અધિકારીશ્રી ડો. કાનાણી સાહેબ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયદાનભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્યશ્રી દિનેશભાઈ વઘાસિયા, દયાબેન ધડુક વિરપુર સરપંચશ્રી રમેશભાઈ સરવૈયા, પી.એચ.સી સેન્ટરના ડો. ઉર્વશીબેન મહેતા, ડો. નયનાબેન પરમાર, પીઠડીયા સરપંચશ્રી સુરેશભાઈ ગોંડલિયા, ઉપસરપંચ યોગેશભાઈ ગોંડલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા – ભાવિકા/બી.ટી.ઠુંમર

TejGujarati