મસ મોટુ ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નાના હૈડવા, વીરપુર ચોકડી પાસે આવેલ રીંગણી ગામે નાળુ તૂટ્યું

મસ મોટુ ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો

ગામનો સંપર્ક તૂટ્યો

તકલાદી નાળા, પુલોની નબળી કામગીરીની વરસાદે પોલ ખોલી

રાજપીપલા,તા.15

દર વર્ષે કરોડો ના ખર્ચે વિકાસના કામોના નામે રોડ, રસ્તાઓ, નાળાઓ બને છે. પણ એના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાથી તકલાદી રસ્તાઓ, નાળાઓ કોઝવે એક જ઼ વરસાદના ઝપાટે ધોવાઈ જાય છે.એમાં કોન્ટ્રાકટરોની મીલીભગત હોય છે ત્યારે આવા તકલાદી કામો થતાં હોય છે. ચોમાસામાં પૂર ના આવા નાળા પુલો ક્ષતીગ્રસ્ત થાય છે ત્યારે તેના નબળા કામોની પોલ ખુલી જાય છે.
છેલ્લા પાંચ દિવસથી નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં મોટા ભાગના નાળા, રસ્તાઓ ધોવાઈ ગયા છે જેમાં નાના હૈડવા, વીરપુર ચોકડી પાસે આવેલ રીંગણી ગામે નાળુ તૂટી જવા પામ્યું છે. જેમાં વચ્ચેથી જમસ મોટુ ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ગામનો સંપર્ક તૂટી ગયો હતો

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati