પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

ધોધમાર વરસાદમાં ભાજપા,કોંગ્રેસ, બીટીપીદ્વારા માનવતા મદદ અને સેવાનો ધોધ વરસ્યો

ભોજન, અનાજકીટનું વિતરણ

રાજપીપલા, તા.15

નર્મદા જિલ્લામાંભારે પૂરઆવવાથી અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાલોકોની ઘર વખારી, અનાજ સામાન તણાઈ જતા અસંખ્ય પરિવારો બે ઘર બની ગયા હતા ત્યારે નર્મદાના અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો, આગેવાનો આગળ આવ્યાહતા.જેમાંભાજપાકોંગ્રેસ, બીટીપી દ્વારા માનવતા મદદ અને સેવાની ધૂણી ધખાવીહતી.ધોધમાર વરસાદમાં માનવતા અને સેવાનો ધોધ વરસ્યો હતો. જેમાં અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી.

અતિવૃષ્ટિના કારણે નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઈને જે હોનારત સર્જાયેલી તેને ધ્યાનમાં લઇ અસરગ્રસ્ત પરિવારો માટે નર્મદા જિલ્લા ભાજપા દ્વારા અનાજ કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યુ હતું . એ સંદર્ભે કાલાઘોડા વિસ્તારના અસરગ્રસ્ત પરિવારોને અનાજ કીટ આપવામાં આવી. આ મુશ્કેલીની ઘડી માં જીલ્લા ભાજપની તમામ ટીમ સતત લોકોની મદદ માટે આગળ આવી હતી
આપણે સૌ એ સાથે મળીને લોકોને બનતી તમામ મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ વિતરણ પ્રસંગમાં સાંસદ મનસુખ વસાવા સાથે જિલ્લા પ્રમુખ શઘનશ્યામ પટેલ જિલ્લા મહામંત્રી નીલ રાવ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ આસીફ તાઈ તથા નગરપાલિકા સભ્ય સાબેરાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા જોકે નર્મદા ભાજપની ટીમેં દરેક તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ભોજન તથા અનાજની કીટનું વિતરણ કર્યું હતું

તો ડેડીયાપાડા તાલુકા ના મોટા સુકાઆબા ગામે તળાવ ફાટવાથી ૪ ઘર તણાઇ ગયા હતા અને બીજા ૧૨ ઘરોની ઘર વખરી તણાઇ ગયા હતા આજે અસરગ્રસ્ત લોકો ની મુલાકાત લય એમના પરીવાર ની બહેનો ને બાળકો ને ૨ જોડ કપડાં, રાશન આપી મદદ કરી. મારી સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, માજી વન મંત્રી મોતિભાઈ વસાવા તમામ પદાધિકારી પાર્ટીના આગેવાન વડીલો, કાર્યકતૉ ઉપસ્થિત રહ્યાહતા ત્યાંબીટીપીના ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ ભોજન તેમજ અન્ય મદદ પણ કરી હતી.

જયારે નર્મદા જિલ્લા યુથ કૉંગ્રેસ ટીમ દ્વારા અતિભારે વરસાદ ને લીધે રાજપીપલાના નરસિંહ ટેકરીના ખાડામા વસતા લોકો ને ખુબ નુકશાન થયું હતું જ્યાં ગુજરાત કૉંગ્રેસ મહામંત્રી હરેશભાઈ ની આગેવાનીમા અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યુંહતું.તથા નુકશાની નું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં જિલ્લા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા ઉપપ્રમુખ રાહુલ સોલંકી તથા વિરલ વસાવા,મહામંત્રી જયેશ વસાવા તથા મેહુલ પરમાર વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા તથા સ્થાનિક આગેવાનો તથા યુથ કૉંગ્રેસ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati