કરજણ ડેમમાંથી મોડી રાત્રે પાણી છોડાતા કરજણ બે કાંઠે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નાંદોદ તાલુકામાં 8 ઇંચ, ડેડીયાપાડામા સાડા ચાર ઇંચ વરસાદ થી જળ બંબાકાર

પુન નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા

કરજણ ડેમમાંથી મોડી રાત્રે પાણી છોડાતા કરજણ બે કાંઠે

રાજપીપલા, તા.14
સતત પાંચ દિવસથી ભારે વરસાદ નર્મદાને ઘમરોળી રહ્યું છે.છેલ્લા 24કલાકમાં નાંદોદ તાલુકામાં 8 ઇંચ, ડેડીયાપાડામા સાડા ચાર ઇંચ વરસાદ પડયો છે.સૌથી વધુ નાંદોદ તાલુકામાં-૧૯૯ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૨૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં-૧૧૧ મિ.મિ, સાગબારા તાલુકામાં–૫૯ મિ.મિ., અને તિલકવાડા તાલુકામાં-૨૬ મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ- ૯૮૪ મિ.મિ.વરસાદ નોંધાયોછે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૨૬૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૧૦૧૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૯૮૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૮૪૬ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૮૦૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૭.૫૬ મીટર, કરજણ ડેમ-૧૦૭.૧૦ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૫૦ મીટર, ચોપડવાવ ડેમ-૧૮૭.૫૦ મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેની ગેજ લેવલ ૧૫.૧૦ મીટરની સપાટી નોંધાઈ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati