તળાવ ફાટતા ૪ ઘરોસહીત ૧૨ ઘરની ઘરવખરી તણાઇ ગઈ,૧૭ મકાનોને નુકશાન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA
……………………………….

મોટા સૂકાઆંબા ગામે તળાવ ફાટ્યું.

તળાવ ફાટતા ૪ ઘરોસહીત ૧૨ ઘરની ઘરવખરી તણાઇ ગઈ,૧૭ મકાનોને નુકશાન

બે બળદ, એક ભેંસ,આઠ બકરાં, એક વાછરડું તણાઇ જતાંપશુઓના કરુણ મોત નીપજતા અરેરાટી

રાજપીપલા, તા.14

નર્મદા માં અતિ ભારે વરસાદને કારણે તળાવ ફાટવાની ઘટના ડેડીયાપાડા તાલુકામાં બનવા પામી છે.ડેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે ભારે વરસાદ માં તળાવ ફાટતા ૪ ઘરો તણાઈ ગયા હતા. જેમાં વ્હાલસોયા પોતાના બળદ, ભેસ, બકરીપણ તણાઈ જતા તેમના કરુણ મોત નીપજ્યા હતા.૧૨જણાની ઘરની ઘરવખરીસામાન તણાઇ ગયો હતો.જેને કારણે આ ગરીબ આદિવાસી પરિવાર બેઘર બની ગયા હતા.

જોકે જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહીત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ,પાર્ટીના આગેવાન વડીલો, કાર્યકતૉએ ઘટના સ્થળે જઈ
અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અનેએમના પરીવારજનોને બહેનોને બાળકોને ૨ જોડ કપડાં, રાશન આપી મદદ રૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે સૂકા આંબા ગામ લોકો
ખેતરમા ગયાહતા ત્યારે
એ લોકો એ ગામમાં ફોન કરી ને જણાવ્યું હતું કે કે તળાવ ફાટે છે એટલે સલામત સ્થળે પહોંચી જાવએ વાત ની અમનેજાણ થતાં અમે ત્યાં પહોંચી ગયા હતા અને જરૂરી મદદ કરી હતી.

એ ઉપરાંત દેડિયાપાડાના
ધારાસભ્ય મહેશ વસાવાએ પણઅસરગ્રસ્તોની મુલાકાત
લીધી હતી.

દેડિયાપાડા તાલુકાના મોટા સુકાં આંબાગામે બે મોટા તળાવો વરસાદના
પાણીથી ફટતાં નિશાળ ફળિયામાં રહેતા
૩ આદિવાસીના ઘરો સંપૂર્ણ તણાઇઅને નાશ પામ્યા હતા. ૧૪આદિવાસીના ઘરોને ભારે નુક્સાન થયું
હતું. આમ કુલ ૧૭ ઘરોને સામગ્રી સાથેનુકસાન થયું હતું.જેમાં બે બળદ, એક ભેંસ,આઠ બકરાં, એક વાછરડું તણાઇ જતાં
તેમના કરુણમોત નિપજ્યાં હતા

એ ઉપરાંત વીજળી માટેની
ચાર ડી.પી. અને બાર વીજળીના થાંભલા પણ પાણીના પ્રવાહમાં ધરાશાયી
થઈ ગયા હતા. વીજળી વિનાઅહીં અંધારપટ
છવાઈ ગયો હતો. ખેડૂતોનાખેતીનો પાક પણ ધોવાઈગયો હતો . ધારાસભ્ય મહેશ વસાવાએ
આદિવાસીઓના દરેક ઘરે જઈને જાતમાહિતી મેળવી હતી. અસરગ્રસ્તને
રોકડ સહાય પણ કરી હતી.તલાટી કમ મંત્રી
જાદવ અને દેડિયાપાડા ટીડીઓ કનૈયાલાલ વસાવાને અસરગ્રસ્તોને
જલદી કેસડોલ મળે સરકારી સહાયજલ્દી મળે તે માટે કાર્યવાહી કરવા માટે
જરૂરી સુચના આપી હતી.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati