ગુરુપૂર્ણિમા પર નિર્વિચાર દશાથી ઉતરેલા વિચારોનો વરસાદ:હુ ઈઝ માય ગુરુ?- મોરારીબાપુ.

ધાર્મિક

ગુરુ આશ્રિત માટે ગુરુપૂર્ણિમા એ નુતન વર્ષ છે:મોરારિબાપુ.
તલગાજરડાનાં સાવિત્રી વટના હિંચકે એક બાજુ વરસાદ અને બીજી બાજુ બાપુ અનુરાધાર વરસ્યા.

આજે ગુરુપૂર્ણિમાના પરમ પાવન અને પવિત્ર દિવસે કોઈ ઉત્સવ વગર અઘોષિત ઉત્સવ ઉજવાતો હોય એમ તલગાજરડા ખાતે મોરારીબાપુ રોજના નિત્યકર્મ મુજબ પોતાના હિંચકે બેઠેલા અને ત્યાં આવેલા અનેક લોકો સામે બાપુએ પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહ્યું એ એમના જ શબ્દોમાં:
“આ જ સવારથી અનેક વિચારો વરસાદની જેમ, પૂરની જેમ આવ્યા અને ગયા.વારંવાર આવ્યા એટલે થયું કે કંઈક કહેવાનું છે.રામચરિતમાનસમાં ચાર વખત સદગુરુ શબ્દ આવ્યો છે.આજે ગુરુ આશ્રિતો માટે નવું વરસ એટલે બધાને નૂતન વર્ષાભિનંદન!બે કલાક વિચારો ચાલ્યા.ચાર-ચાર વસ્તુઓ સતત સામે આવી.ગુરુ મારો ધર્મ છે ૉ.આનાથી અન્ય કોઈ ધર્મ નથી.ગુરુજ ધર્મ છે.મારા સદગુરુ જ મારો અર્થ છે. જે મતલબ લગાવો એ! એ છે તો મારા સમાન કોઈ અર્થવાન નથી, મારા ગુરુ મારો કામ છે. એ કામ કયો? જેને લોકો વાસના કહે એ નહીં.જેમ કામિહી પિયારિ નારી જીમિ…એમ મારું આકર્ષણ,ખેંચાણ મારા પ્રિય…મારા ગુરુ મારો મોક્ષ છે,નિર્વાણ રૂપ છે. કોઈ એવા સદગુરુનો આશ્રય થઈ જાય તો મુક્તિ માગવાની જરૂર નથી.આનાથી વિશેષ મોક્ષ છે જ નહીં.જે છે જ નહીં તો મોક્ષથી કામના કરવી એ મૂર્ખતા છે. મારા ગુરુ સદા સતયુગ છે.સતયુગના જેટલા લક્ષણો છે એ મેં મેળવ્યા છે. દ્વાપર,ત્રેતા અને કલિયુગ છે.ગુરુજ મારી સ્વપ્ન અવસ્થા.મને સપના આવતા જ નથી,જે પણ આવે છે એ ગુરુ આવે છે! ગુરુજ મારી જાગૃતિ(અવસ્થા)એ જ મારી સુષુપ્તિ- કોઈ ખલેલ કે વિક્ષેપ નહીં અને એ જ મારી તુરીયા અવસ્થા છે.મારા ગુરુ મારા બ્રાહ્મણ છે.જેને મને પરમ શાસ્ત્ર આપ્યું.ક્ષત્રિય છે,શસ્ત્ર નહીં પણ પિતાજી અને દાદીમાએ મજબૂત બનાવ્યો.સાંજ સુધીમાં હું રોજ જે આવે એ બધું વહેંચી નાખું છું સિવાય કે સંમિધ અને તલ.મારા ગુરુ વૈશ્ય એટલે ઋણ આપ્યું કે જનમોજનમ હું તેના કરજ ન ચૂકવી શકું,ને ચૂકવવું પણ નથી.ગુરુ જ સેવક છે એનું જ દાસપણું વહેંચી રહ્યો છું.મારા ગુરુ બ્રહ્મચારી-નિરંતર બ્રહ્મમાં રમમાણ,ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ છે.ગુરૂજ મારું નામ,રૂપ,લીલા અને ધામ છે.ગુરુજ સત્ય પ્રેમ કરુણા અને મારી શરણાગતિ છે.મારા માટે ચિત્રકૂટ,વૃંદાવન,કાશી અને અયોધ્યા એ ગુરુ છે.ગુરુ મારા ચારેય વેદ છે.ગુરુજ મારા માટે બ્રહ્મા વિષ્ણુ શંકર અને પરબ્રહ્મ છે. આજકાલ હું કથા નહીં,રામને નહીં ગુરુને જ ગાઈ રહ્યો છું.ગુરુજ બાલ્યાવસ્થા,યુવાવસ્થા,પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા.ગુરુ રામચરિત,કૃષ્ણચરિત્ર,શિવચરિત અને દુર્ગા ચરિત છે .ગુરુજ મારી માં મારા પિતા મારા દાદા અને ધ્યાનસ્વામી બાપા છે.મારો જ સ્વાર્થ,પરમાર્થ,યથાર્થ અને ભાવાર્થ મારા ગુરુ છે.ગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ નથી,અસ્તિત્વ નથી. બસ માત્ર છે! એ ભૂત ભવિષ્ય કે વર્તમાન નહીં કાલાતિત છે.ગુરુજ ગંગા,યમુના,સરસ્વતી ને સાક્ષાત પ્રયાગ છે ગુરુજ મારો ગ્રંથ,મારી માળા, મારી પાદુકા અને મારો મંત્ર છે”
અહીં આવેલા સૌ કોઈને ગુરુપૂર્ણિમાએ બાપુએ આટલું કહી સૌને પ્રસાદ મહાપ્રસાદ લઇ અને પછી જ પ્રસ્થાન કરવા અનુરોધ કર્યો.

TejGujarati