પ્રી-મોન્સૂન પ્લાનની નિષ્ફળતાને લઈ વિપક્ષ દ્વારા વિરોધ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

પ્રી-મોન્સૂન પ્લાનની નિષ્ફળતાને લઈ વિપક્ષ દ્વારા વિરોધ

અમદાવાદ ખાતે પ્રથમ વરસાદે જ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની હોળી કાઢતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં પડેલ વરસાદે ઘણા વિસ્તારોને પાણીથી તરબોળ કરી નાખતા લોકોને ઘણું બધું વેઠવાનો વારો આવ્યો છે જેમાં તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની તો હોળી કરી નાખી તેવું જોવા મળ્યું છે. ઘણા વિસ્તારોમાં ઘેર ઘેર અને વિસ્તારમાં પાણી ફરી વળ્યાં અને લોકોને ખાસુ નુકશાન સહવું પડ્યું છે ત્યારે તંત્રના પ્રિ મોન્સુન પ્લાન ની નિષ્ફળતા ને કારણે શહેર ની જનતા ને કરોડો રુ નું નુકશાન થયું આ મુદ્દે વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાની માં અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને જે લોકો ને નુકશાન થયું તેઓને વળતર અપાવવા અને સત્તાધારી પક્ષની આંખો ખોલવા મેયર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આંદોલનમાં ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ધારા સભ્ય હિમ્મતસિંઘ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષી, પ્રભારી બિમલભાઈ શાહ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમૂખો તથા ખૂબ જ મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો જોડાયા હતા અને તેઓ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અમદાવાદમાં પ્રથમ વરસાદની ધમાકેદાર બેટિંગમાં જ તંત્રની પોલ ખુલી છે અને કામગીરી કાર્યના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે ત્યારે આખરે ભોગવવાનું પ્રજાને જ આવે છે. દર વખતે વરસાદને લઈ મોટી મોટી વાતો કરનાર ખરા સમયે કેમ લાચાર બની જાય છે અને આંખો મીંચી લે છે તે સવાલ પ્રજામાં ચર્ચાતો આવે છે. આવનાર દિવસોમાં ભારે વરસાદની આગાહી છે અને મેઘો ફરી બેટિંગ કરશે ત્યારે નો બોલ હોય કે વાઇટ બોલ વરસાદી પાણીના લીધે આઉટ (હેરાન) તો અમદાવાદની પ્રજા જ થાવની છે એ નક્કી છે. આંદોલન દરમ્યાન ઉપસ્થિત લોકો દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.

TejGujarati