કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ.

તા. ૧૩ જુલાઈ ને બુઘવારે ગુરુપૂર્ણિમાના શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર

  • કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્શોપચારથી પૂજન કરીને સંતો – હરિભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી એ જીવનમાં ગુરુનું મહત્વ એ વિષય ઉપર પ્રવચન કર્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના દિવસે આપણે ગુરુએ કરેલા ઉપકારોને યાદ કરવા જોઈએ અને તેમણે બતાવેલા માર્ગે આપણે ચાલવું જોઈએ. આપણે ગુરુની આજ્ઞામાં કેવી રીતે વર્તવું જોઈએ તે માટે આપણા જીવનમાં એકલવ્ય ભીલકુમાર,દાનેશ્વરી કર્ણ, હરિશ્ચંદ્ર રાજા, સ્વામિનારાયણ સંપ્રદાયના દાદાખાચર આદિ ભક્તોના જીવન પ્રકાશના પૂંજ પાથરે છે.

તેમની ગુરુ વિશેની નિષ્ઠા,ગુરુ અને ભગવાનના વચનમાં તન,મન અને ધન સમર્પિત કરવાની ધગશ આપણને પ્રેરણા આપે છે. આપણે સહુ કોઈએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ગુરુ અને ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર થવું જોઈએ.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

TejGujarati