યુવા બ્રાહ્મણ- વાય.બી. : – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

યુવા શક્તિ પરાશક્તિ!
યૌવન ને આવી પાંખ કે હું અંબાવુ આભ!
પાંખો સાથે આવી દીર્ઘ દ્રષ્ટિ ની આંખો!
આજ ની યુવા પેઢી હવે જાગ્રિત થઈ ગઈ છે. એનું ઉદાહરણ છે યુવા બ્રાહ્મણ સંગઠન.
આ સમાચાર માટે પૂરક માહિતી મને વાય. બી. યુવા બ્રાહ્મણ નાં અધ્યક્ષ
જીત ભટ્ટ અને ઉપાધ્યક્ષ ગૌરવ જોષી એ આ લખનાર ને ટેલીફોનીક વાર્તાલાપ થી આપી હતી.
યુવા શક્તિ પરાશક્તિ મુજબ જીવન ચક્ર નો સૌથી મહત્વપૂર્ણ ગાળો યુવાવસ્થા છે. યુવા બ્રાહ્મણ એટલે કે વાય. બી.
યુવાનો માટે નું એક સંગઠન છે, જેમાં
યુવા બ્રાહ્મણો એકબીજા ને ઓળખી શકે. એક બીજા નાં નોકરી – ધંધા વિશે માહિતી
મેળવી શકે. પોત પોતાનાં કૌશલ્યો એક બીજા સામે રજૂ કરી શકે. એક બીજા ને મળી શકે.
પોતાનાં તેમજ યુવા બ્રાહ્મણો નાં પરિવાર પણ એક બીજા ને મળી શકે,
સાથે સાથે સમાજ સેવા પણ કરી શકે
એ માટે આ યુવા બ્રાહ્મણ ની સ્થાપના કરવામાં આવી છે.
ગત વર્ષે ૨૦૨૧ ડિસેમ્બરમાં યુવા બ્રાહ્મણ ની સ્થાપના કરવામાં આવી હતી. આમાં સાત ફાઉન્ડર મેમ્બરો એ મળી ને બોર્ડ ની સ્થાપના કરવામાં આવી.
યુવા બ્રાહ્મણ જુથ નાં અધ્યક્ષ જિત ભટ્ટ છે.ધવલ જોષી
મંત્રી છે.હેમલ જોષી ખજાનચી છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની કામગીરી માટે ચાર ઉપાધ્યક્ષો જેમનાં નામ અનુક્રમે ગૌરવ જોષી, આનંદ મહેતા, મિહિર ત્રિવેદી અને અજય ઓઝા છે.આ નિયુક્તિ આપસી અનુમતિ અને સમજુતી થી કરવામાં આવી છે.
વાય.બી ગ્રુપ – યુવા બ્રાહ્મણ જૂથ એ હૈદરાબાદ- સિકંદ્રાબાદ સ્થિત એક સામાજિક અને ગતિશીલ જૂથ છે.
યુવા બ્રાહ્મણ જુથ નો મુખ્ય હેતુ આ પ્રમાણે છે. ‌ યુવા બ્રાહ્મણ યુવાનો માટે સમાજને આપસમાં મળી બ્રહ્મ સમાજ ને આગળ ધપાવવા માટે પાયા થી થોડા હેતુઓ નક્કી કર્યા હતાં.જેમકે મોટેરાઓ પાસે થી માર્ગદર્શન લઈને, સમાજ નો વિકાસ સાધવો. યુવા બ્રાહ્મણો ની સેવા આપવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનું છે.
વાય. બી. યુવા બ્રાહ્મણ જૂથે ૨૫મી જૂન ૨૦૨૨‌. નાં રોજ મુંબઈ મસાલા બેન્ક્વેટ પીજી રોડ, સિકંદરાબાદ ખાતે તેમની બીજી જીબીએમ, ફન્ટાક્ષરી એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજીત પચાસેક થી વધારે યુવા બ્રાહ્મણો (વાય.બી.) પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.
યુવા બ્રાહ્મણ ની કારોબારી સમિતિ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
આનંદ મહેતા, ગૌરવ જોષી, જતીન જોષી અને વરુણ ઉપાધ્યાય.
આ પહેલાં કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે હાલનાં માનદ
પ્રમુખશ્રી જીત ભટ્ટે સેક્રેટરી ધવલ જોશી અને બોર્ડના અન્ય સભ્યો સાથે એક બેઠક બોલાવી હતી.
વિવિધ સમિતિઓ નાં ઉપાધ્યક્ષો એ પોતાની સમિતિ નાં સભ્યો સાથે જરુરી યોગદાન આપ્યું હતું.
ઉપાધ્યક્ષ શ્રી ગૌરવ જોષી એ કાર્યક્રમ નાં મંચ સંચાલન ની બાગડોર સંભાળી હતી. આ સાથે – ઉપાધ્યાક્ષ આનંદ મહેતા,
ઉપાધ્યક્ષ- મિહિર ત્રિવેદી, ઉપાધ્યક્ષ અજય ઓઝા સૌ એ મળી ને પોતાની મહત્વ ની ભૂમિકાઓ નિભાવી હતી. ખજાનચી – હેમલ જોશી એ ગ્રુપ નાં ધારા ધોરણો મુજબ નાં નિયમો વિશે સૌને માહિતગાર કર્યા હતાં. સાથે સાથે નાણાકીય અહેવાલો રજૂ કર્યા હતાં.
ઉપ પ્રમુખ- ગૌરવ જોષી એ આ કાર્યક્રમમાં મંચ સંચાલન કર્યું હતું. તેણે અને અન્ય ફાઉન્ડર મેમ્બરો એ સૌને આપસી સહકાર આપી ને કાર્યક્રમ ને એકદમ આશ્ચર્યજનક રીતે જીવંત કર્યો હતો. મંચ સંચાલકે માત્ર જીવંત રીતભાતમાં કાર્યક્રમ નું સંચાલન કર્યું ન હતું પરંતુ તેને યાદગાર પણ બનાવ્યું હતું. મોટા મેળાવડાને સામેલ કરવાનાં તેમના કૌશલ્ય માટે તેમને એક થી અનેક એમ સૌ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
પાયલ જોશી અને સ્વાતિ ઉપાધ્યાયે અંકો ગણવાની ભૂમિકા સંભાળી હતી. કાર્યક્રમ માં ભાગ લેનારા સૌ ને સ્મૃતિ ચિન્હો ભેટ આપવામાં આવ્યાં હતાં. આ કામમાં પાયલ ભટ્ટ ને દીપિકા જોશી એ સહકાર આપ્યો હતો.
સૌએ કાર્યક્રમ ને ખુલ્લાં મન થી માણ્યો હતો.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૮/ ૭/૨૦૨૨.

TejGujarati