ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.12 જુલાઈ,મંગળવારના રોજ,સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે નિબંધકાર,નવલકથાકાર,વિવેચક

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર


ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તા.12 જુલાઈ,મંગળવારના રોજ,સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે નિબંધકાર,નવલકથાકાર,વિવેચક

દિગીશ નાનુભાઈ મહેતાના 89મા જન્મદિનપ્રસંગે ‘દૂરના એ સૂર’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.દિગીશ મહેતાના જીવન વિશે દિગીશભાઈના સાળા શ્રી જતીન લાખીઆએ,દિગીશ મહેતાના નિબંધો વિશે પ્રો.ઋચા બ્રહ્મભટ્ટે અને દિગીશ મહેતાના નાટકો અને નવલકથાઓ વિશે સાહિત્યકાર શ્રી પરેશ નાયકે વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે દિગીશ મહેતાના પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

જતીન લાખીઆ :
-દિગીશભાઈ જીવનની દરેક ક્ષણોને બારીકાઈથી જોતા અને સંભાળતા.ત્યારબાદ એ ક્ષણોને સાહિત્યમાં ઢાળતા.
-એમની પ્રતિષ્ઠાને કારણે પરિવારજનોને યોગ્ય જગ્યાએ એડમિશન પણ મળી જતું.

-દિગીશભાઈને ગીત,ગઝલ અને ભજન સાથે સંગીત સાંભળવાનો શોખ હતો

ઋચા બ્રહ્મભટ્ટ :
-દિગીશભાઈ સ્પષ્ટ માનતા કે સાહિત્યમાં નિબંધ લખવો એ સ્વરૂપ નથી,એ શૈલી છે.
-ઉમાશંકર જોશીએ દિગીશભાઈને નિબંધ લખવા માટે પ્રોત્સાહિત કરેલા અને એ નિબંધો ‘સંસ્કૃતિ’માં ઉમાશંકર પ્રકાશિત કરતા.
-એમના નિબંધોની પુષ્ઠ સંખ્યા ઓછી ભલે હોય પણ ગુણવત્તા જરાયે ઓછી નથી.
-એમના નિબંધોને પ્રતિષ્ઠિત પારિતોષિક પ્રાપ્ત થયેલા છે.

-દિગીશભાઈ અંદરથી હર્યાભર્યા લેખક છે.

પરેશ નાયક :
-દિગીશભાઈના નાટકોને એક માપિયાથી નહીં માપી શકાય.દિગીશભાઈના નાટકો સંઘેડાઉતાર છે.પુરેપુરા એસ્થેટિક છે.
-એમના જીવનને જાણીએ તો એમના નાટકોમાં એમનું જીવન જાણી શકાય.
-દિગીશભાઈ ઉત્તમ એકાંકીકાર છે

TejGujarati