એચ.એ.કોલેજ દેશની શ્રેષ્ઠ કોલેજોમાં પસંદગી થઇ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય મેગેઝીન “આઉટલુક”ના દેશની શ્રેષ્ઠ કોલેજોના સર્વેમાં સ્થાન મળ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી થતા રાષ્ટ્રીય સર્વેમાં એચ.એ.કોલેજની પસંદગી થતા સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સર્વેમાં કોલેજનું રીઝલ્ટ, પ્રવેશનો કટ ઓફ, પ્લેસમેન્ટ, કોલેજની શૈક્ષણીક તથા સામાજીક સિધ્ધીઓ, કોલેજની લીડરશીપ, સમાજના અગ્રણીઓનો મત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ તથા ફેસીલીટી તથા મેનેજમેન્ટનું ઇન્વોલમેન્ટને સર્વેમાં ધ્યાનમાં લેવાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે જીએલએસ મેનેજમેન્ટનો સહકાર, અધ્યાપકોનું કમીટમેન્ટ તથા વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓમાં થતા પાર્ટીશીપેશનથી આ સિધ્ધી મળી છે.

TejGujarati