આચારની સ્થાપના કરી અને સ્વયં પોતાના આચરણમાં પણ ઊતારે એને આચાર્ય કહે છે.

ધાર્મિક
આચાર્ય વૈચારિક સંસ્થા છે.આચાર્ય સ્કૂલ ઓફ થોટ્સ છે.
વ્યાસપીઠ ધર્મ શિખવવા નહીં પણ ધર્મનો સાર દેખાડવા માટે છે.
છઠ્ઠા દિવસની કથા પ્રારંભ વખતે બાપુએ જણાવ્યું કે ઘણા બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એવો છે કે: આચાર્યની વૃત્તિ કેવી હોવી જોઈએ?બાપુએ આપણા ગુજરાતના અનેક આચાર્ય જેવા કે: નાનાભાઈ ભટ્ટ,મનુભાઈ પંચોળી ‘દર્શક’,બુચદાદા, ગિજુભાઈ બધેકા આવા અનેક આચાર્યને યાદ કરી અને જણાવ્યું કે તેઓએ ખૂબ જ મોટી આચાર્યવૃત્તિ કરી છે.શાસ્ત્રમાં આચાર્યના લક્ષણો બતાવ્યા એમાં ત્રણ લક્ષણો જેમ કે:સ્વયમ શાસ્ત્રનું અધ્યયન કરે. બાપુએ કહ્યું કે ભાવ અને અર્થને ભાષામાં પ્રગટ કરવા પડે છે.ભાવ તો રૂહ-આત્માથી મહેસુસ કરી શકાય છે.સમાજ,રાષ્ટ્ર અને વિશ્વની અંદર આચારને પ્રથમ ધર્મ કહેવાય છે.વિચાર પ્રથમ ધર્મ નથી.આવા આચારની સ્થાપના કરી અને સ્વયં પોતાના આચરણમાં પણ ઊતારે એને આચાર્ય કહે છે. સર્વકાલ આચારનું સ્થાપન કરે અને સર્વકાળમાં જરૂરી હોય એવું આચરણ એટલે-સત્ય,પ્રેમ અને કરુણા.સત્ય બોલવું પડે છે,પ્રેમ કરવો પડે છે અને કરુણા વહાવવી પડે છે.બાપુએ કહ્યું કે આચાર્ય વૈચારિક સંસ્થા છે.આચાર્ય સ્કૂલ ઓફ થોટ્સ છે. વ્યાસપીઠ ધર્મ શિખવવા નહીં પણ ધર્મનો સાર દેખાડવા માટે છે.આચાર્યની એક વૃત્તિ છે: ગણેશ વૃત્તિ-જેમાં વિવેક ખૂબ જ હોય છે.વિનાયકમાં વિનય અને વિવેક ઘણો જ છે.ગંગવૃત્તિ- આચાર્ય સતત પવિત્ર પાવનધારાથી યાત્રા કરતો હોવો જોઈએ. ગગનવૃત્તિ:આચાર્ય સંકીર્ણ ના હોય પરંતુ એના વિચાર આકાશની જેમ વિશાળ હોય.ગૌરી વૃત્તિ: આચાર્ય મજબૂત શ્રદ્ધાવાન હોવો જોઈએ.ગોવૃત્તિ-ગાય જેવી વૃત્તિ ધરાવનાર.તેમજ ગુણગ્રાહી વૃત્તિ-ગુણ ગ્રહણ કરનાર અને જ્યાંથી પણ સારું મળે એ લેનાર હોય છે.બાપુએ જણાવ્યું કે પોતાના સ્વભાવ પર થોડો પણ વિજય પ્રાપ્ત કરવો હોય તો યમુનાષ્ટકનો પાઠ કરો. રામ ઉપાસકો હનુમાન ચાલીસા એ જ રીતે કૃષ્ણ ઉપાષકો-વૈષ્ણવો માટે યમુનાષ્ટક છે અને શિવના ઉપાસકો માટે રુદ્રાષ્ટક છે.તુલસીજીએ ચાર શબ્દનો પ્રયોગ કર્યો છે રજ,ધૂળ-ધૂરિ,રેણુ અને પરાગ.રજ એને કહે છે જે આંખમાં આંજી શકાય એટલી સૂક્ષ્મ હોય.બુદ્ધપુરુષના જમણા પગનો અંગૂઠો અને પ્રથમ આંગળીની વચ્ચે રહેલી રેખાઓમાં જે સમાય છે એ પરાગ છે.પગની નીચે પૂરેપૂરી ચોંટી જાય છે એ ધૂળ-ધૂરિ છે એ જ રીતે શિર પર ધારણ કરી શકાય એ રેણુ છે.
કથાપ્રવાહમાં પાર્વતીએ શિવને રામ જન્મ વિશે પૂછ્યું.બાપુએ કહ્યું કે શાસ્ત્રાર્થમાં વિવાદ ખૂબ હોય છે પરંતુ હરિકથા સંવાદ કરે છે. શિવજીએ કહ્યું કે ભગવાન રામના અવતારના ઘણા કારણો છે. આમ છતાં પરમાત્મા કાર્ય-કારણથી પર છે આથી એક પણ કારણ નથી.પોતાની રીતે જ અવતરિત થતા હોય છે.પાંચ કારણોની વાત કરી અને બ્રહ્માના કહેવાથી પરમાત્માની સ્તુતિ થઈ અને અવતારની ભૂમિકા પછી અયોધ્યામાં દશરથને ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને એ સ્તુતિ અને સમગ્ર વિશ્વને રામજન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ અપાયો.
TejGujarati