નવા કોબા પગાર કેન્દ્ર શાળા ના ૮૨મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.

Bride ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજ રોજ તારીખ 10 જુલાઈ 2022 ના રોજ નવા કોબા પગાર કેન્દ્ર શાળા ના ૮૨મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 11 માર્ચ 2022 ના રોજ શાળાના જન્મદિનની ઉજવણી કરવાનું સૂચવ્યું હતું. શાળા સ્થાપના દિનના દિવસે ગ્રામજનો વડીલો, પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો સાથે મળીને શાળાની ભૌતિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારાત્મકતા અને વિકાસ માટે એક સ્થાને ભેગા થઈ ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવાનું પણ સૂચન માન.વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.તાજેતરમાં પ્રવેશોત્સવ નિમિત્તે શાળા મુલાકાતે આવેલ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી સાહેબ શ્રી પંકજકુમારે પણ શાળા સ્થાપના દિનની ઉજવણી કરી ગામ અને શાળા વચ્ચે એક સહયોગાત્મક વાતાવરણ નિર્માણ પામે તે જરૂરી છે તેમ જણાવેલ.જે અનુસંધાને આજ રોજ નવા કોબા પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શ્રી જશવંત ભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, ગાંધીનગર મહાનગરપાલિકાના દંડક તેજલ બેન નાયી, કોર્પોરેટર શ્રી મીરાબેન પટેલ અને પોપટસિહ ગોહીલ ગામના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ અને રાયસણના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસ.એમ.સીના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મુકેશભાઈ કે. પટેલ તથા શ્રી યોગેશભાઈ નાયી સહયોગ થી શાળાના તમામ બાળકો તિથિ ભોજન કરાવવામા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ પ્રજાપતિ અને શિક્ષકગણ સહકાર થી કરવામાં આવ્યું હતું.

TejGujarati