યુવરાજ માનવેન્દ્રસિંહનાજૂના પાર્ટનર ડી એન્ડ્રે રિચાર્ડસને અમેરિકાના ચર્ચમાં લગ્ન કર્યાની ચર્ચા!

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા ના યુવરાજ માનવેન્દ્રસિંહના
જૂના પાર્ટનર ડી એન્ડ્રે રિચાર્ડસને અમેરિકાના ચર્ચમાં લગ્ન કર્યાની ચર્ચા!

ફોટા,અને સર્ટિફિકેટ ફેસબુક પર શેર કર્યાની ચર્ચા!

રાજપીપળા, તા.10

દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના યુવરાજ
માનવેન્દ્રસિંહ ગોહિલે 6જુલાઈ ના રોજ પોતાના પાર્ટનર ડીએન્દ્રે રિચર્સન સાથે
અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોવાની ચર્ચા
એ જોર પકડ્યું છે. રિચાર્ડસને આબાબતની માહિતી પોતાના ફેસબુક પર પોસ્ટ
કરી હતી તથા તસવીરો પણ શૅર કરી હતી
જેમાં મેરેજ સર્ટિફિકેટ પણ મૂક્યું છે અને તેમાં લગ્ન કર્યાઅંગે સાક્ષીઓની સહી પણ સર્ટિફિકેટમાં છે.

જોકે આ અંગે યુવરાજ માનવેન્દ્રસિંહનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નથી.પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ બંને હાલ અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ અને રિચાર્ડસન
ઘણાં વર્ષોથી એક સાથે રહેતાં હતા.અને મોટા ભાગે બંને સાથે જ જોવા મળતા હતા. પરંતુ હાલમાં
રાજપીપળાના યુવરાજ અને
રિચાર્ડસન બન્નેના અનેક ફોટા
એ ડી એન્ડ્રુ રિચાર્ડસને ફેસબૂક પર અપલોડ કર્યા છે.જેમાં મેરેજ રજિસ્ટ્રેશન
સર્ટિફિકેટનો પણ સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખની છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ
સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.આ અંગે હજુય કોઈ પૂર્તતા
માનવેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવીનથી.તેતેમનો સંપર્ક ન થઈ શકવાથી થી આ અંગેની વધુ વિગત જાણી શકાઈ નથી

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati