મોટરકાર ને મકાનો નાં એરકન્ડિશનો બંધ થયાં,  હવે તો મને જો… ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ નાં સ્ક્રીન મારાં સ્ટેટ્સ થી પલળ્યા,  હવે તો મને જો…-                 કુલીન પટેલ. ( જીવ )

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આજે રસ્તે જતા બધાજ વાહનો ને એક સાથે ધોઈને સાફ કરી નાખ્યા,

હવે તો મને જો…

ઉપર આકાશે થી આવતા સુરજ નાં કિરણો ને ભૂંસી નાખ્યા,

હવે તો મને જો..

આખાય શહેર નાં નાનાં મોટા મકાનો અને વૃક્ષ ને ધોઈ નાખ્યા,

હવે તો મને જો…

આજે યુવાન હૈયાઓ ને એકસાથે ભીંજવી નાખ્યા,

હવે તો મને જો…

કળા કરીને ટહુકી રહેલા મોરલાને મોજ કરાવી દીધી હવે તો મને જો…

નદી નાળાઓ છલકી છલકી ને સમુદ્ર ને મળવા ચાલ્યા,

હવે તો મને જો…

ખેડૂતોને માનવી ને ખેતરોને ખેડાવી લીધા, હવે તો મને જો…

રંગબેરંગી છત્રીઓ અને રેઇનકોટ ને આમંત્રણ આપીને બોલાવી લીધા,

હવે તો મને જો….

સૂરજદાદા ને શાંતિથી સમજાવી દીધું, બહુ દાદાગીરી નહી કરવાની, હું આવું ત્યારે તમારે સંતાઈને રહેવાનું,

હવે તો મને જો…

મકાઈ ની મસ્તી સાથે, હાઈવે પર લોન્ગડ્રાઈવ ની લાઈન લાગી,

હવે તો મને જો….

મુશળધાર, સાંબેલાધાર શબ્દો સાથે ધોધમાર હું વરસ્યો,

હવે તો મને જો…

કાળાં ડિબાંગ વાદળો બનીને આકાશ ને ઢાંક્યું, હવે તો મને જો…

ભીંજાયેલું તન અને મન હવે દાળવડા ની લાઈનોમાં લહેરાયું,

હવે તો મને જો…

મોટરકાર ને મકાનો નાં એરકન્ડિશનો બંધ થયાં, હવે તો મને જો…

ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ નાં સ્ક્રીન મારાં સ્ટેટ્સ થી પલળ્યા,

હવે તો મને જો…

કુલીન પટેલ ( જીવ )

TejGujarati