Skip to content
હરી-ફરી લે હમણાં તબિયત છે ફાંકડી,
કાલે કેડે થી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.
નીરખી લે નીરખી લે હમણાં નજર છે વશમાં,
કાલે આવશે મોતિયો ને આંખે હશે ચશ્મા.
નીકળી પડ મિત્રો સાથે ફરવા ને ચરવા,
કાલે આવશે બધા બીમાર ખાટલે મળવા.
આજે જ રૂબરૂ મળવાનો છે સ્કોપ,
કાલે બેઠો હશે સામે ડોક્ટર લઈને સ્ટેથોસકોપ.
કરી નાખ ઉજાણી પી ને લીટર બે લીટર,
કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.
ચાલો દોસ્તો ભેગા થઇ,
એ છોડો વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર,
ખબર નહિ ક્યારે પતી જાય દિલ ના કિલોમીટર…!
🧡❤️💜