“ ભડલી વાક્યોઃ સંક્ષિપ્ત પરિચય” – જય. દક્ષા જોશી. અમદાવાદ.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

અષાઢ સુદ ૯ને ગુજરાતીમાં અષાઢ સુદ નવમી કે અષાઢ સુદ નોમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષનાં નવમાં મહિનાનો નવમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો નવમો દિવસ છે.

ભડલી-વાક્યો :

વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં નિરૂપેલ વર્ષાજ્ઞાનનું તેમાં પ્રતિબિંબ છે. તે લોકકંઠે ગવાતાં ઉત્તરોત્તર પ્રાદેશિક ભાષામાં ઊતરી આવ્યાં. તેમ છતાં પ્રત્યેક પ્રદેશમાં તેની સાથે તેના કર્તા કે રચયિતાનું નામ જોડાઈ ગયું છે.

ગુજરાતીમાં પ્રાપ્ય ભડલી-વાક્યોનો રચયિતા હુડદ જોશી ગણાય છે. ભડલી-વાક્યોને ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રદેશમાં ‘હુડા’ પણ કહેવામાં આવે છે. તે હુડદ જોશીના નામનો સંકેત કરે છે. આજે પણ ખેડૂત પ્રજામાં, ગ્રામપ્રજામાં આ હુડા ખૂબ જ પ્રચલિત છે. એમાં વર્ષા, પ્રણય, વિરહ વગેરે જેવા જનજીવનને સ્પર્શતા હુડાઓ પણ છે. આ હુડદ જોશી મૂળરાજ સોલંકીના રાજ્યનો પંડિત હતો. તેણે રુદ્ર મહાલયના ખાતનું મુહૂર્ત કાઢી આપ્યું હતું તેમ માનવામાં આવે છે. તેની પુત્રીનું નામ ભડલી હતું. (ઈ. સ. 942–997) તેના નામ ઉપરથી ભડલી-વાક્યો એવું નામ આ સૂત્રાત્મક વાક્યોને આપવામાં આવ્યું હોય અર્થાત્ એ રીતે પ્રચલિત થયું હોય.

આવો જોઈએ થોડા ભડલી વાક્યો-

“જળચર જળ ઉપર ભમે ,

ગો ભમ ભણી જોવંત,

ભડલી તો એમ જ ભણે ,

જળધર જલ મેલંત”

અર્થાત જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે ભડલી કહે છે કે તુરંત વરસાદ પડશે . આ અતિ પુરાતન અને અતિ જાણીતું વાક્ય છે પણ આજકાલ તો આવા લક્ષણો નીરખવાનો કોને સમય હોય છે ?અને વરસાદ પણ હવામાનખાતા કે આગહીવીરોની ગણતરી મુજબ આવે છે પણ ક્યાં ? જો કે આજે આપણે આગાહીઓ કે ચોમાસાના ગણિત પર નહીં,પણ ચોમાસાની મદમસ્ત મોસમમાં અંતરની ઉર્મીઓને શબ્દોમાં ઢાળીને સજાવાતી કવિતાઓની વાત કરવી છે.

“ પામવું હોય જો ચોમાસું , પલળવું જોઈએ ;

છાપરું છત કે નયન થઈને ગળવું જોઈએ “ ભગવતીકુમાર શર્માની કવિતાની આ બે લાઈનમાં ચોમાસાનો સઘળો મર્મ આવી ગયો . પલળવાની મોસમ ચોમાસું , યાદ રહે પલળવાની – ભીંજાવાની નહિ અને તમે પલળ્યા હો એનાથી પણ વધુ જો ચોમાસાની રાત પલળી હોય તો એવું પણ બને કે ફૈઝ અહેમદ ફૈઝનો આ શેર યાદ આવી જાય “ ભીગી હૈ રાત ફૈઝ ગઝલ ઇબ્તીહાં કરો , વક્ત-એ-સરોદ દર્દ કા હંગામા હી તો હૈ “. મૌસમને અને મુહોબ્બ્તને આમેય જૂની દોસ્તી છે પછી ભલેને એ મુહોબ્બત પૂરબહારમાં હોય કે પછી ગર્દિશમાં હોય . આગળ લખ્યું એ ભડલી વાક્ય તો વર્ષો જુનું પેરામીટર છે ચોમાસાનાં આગમનાં એંધાણનું પણ કદાચ એવું જ એંધાણ ધ્રુવ ભટ્ટની આ પંક્તિમાં પણ નથી લાગતું ? કે –

“ વાડ પરે સુતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં ,

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં

“વરસાદ, વર્ષાગર્ભ ચોમાસાની આગાહી કરતાં કેટલાંક ગુજરાતી ભડલી-વાક્યો :

1. માગશર સુદિ એકમથી હોય,

ચંદ્ર પૂર્વાષાઢે,

જાણો વર્ષાગર્ભ નિશ્ચિત.

2. મહા સુદિ જો સપ્તમી

વાદળ વીજળી હોય,

વરસે ચારે માસ,

શોચ ન કરો કોઈ.

3. ફાગણ સુદ સપ્તમી,

આઠમ નોમ ગાજંત,

અમાસ ભાદરવા તણી,

વર્ષા તો વરસંત.

4. ચૈત્ર દસમી દિન જો

વાદળ વીજળી હોય,

ભડલી તો એમ જ ભણે,

ગર્ભ ગળ્યા સૌ કોઈ.

5. અખાત્રીજ તિથિને દિને,

ગુરુ-રોહિણી-સંયુત,

ભડલી તો એમ જ ભણે,

નીપજે અન્ન બહુત.

6. જેઠી બીજ ગરજે મેઘ

જો અજવાળી પક્ષ,

ગર્ભ, ગળ્યા સહુ પાછલા,

કહું તુજને પ્રાવિણ્ય.

7. જેઠ ગયો, અષાઢ ગયો, શ્રાવણિયા તું જા,

ભાદરવે જળ રેલશે,

જો સુદ છઠે અનુરાધા.

જય. દક્ષા જોશી.

અમદાવાદ

ગુજરાત.

TejGujarati