બુદ્ધ પુરુષ વિષયી(સબ્જેક્ટ)પણ છે,સાધક પણ છે,સિદ્ધ પણ છે,શુદ્ધ પણ છે અને આ ચારેયનો સમન્વય છે.

ધાર્મિક

 

કલી પ્રભાવમાં ક્યારેક-ક્યારેક સાધક ગુરુની પાસે જઈને અભિમાની બનીને આવતો હોય છે.

બાપુએ આદિ શંકરાચાર્યનાં અદ્ભૂત જીવનની માંડીને વાત કરી.

 

પાંચમા દિવસે બાપુએ કહ્યું કે શિક્ષક,આચાર્ય,ગુરુ, સદગુરુ અને બુદ્ધપુરુષમાં થોડુંક અંતર છે.કારણ કે અલગ-અલગ શબ્દને પોતાની અર્થછાયા હોય છે. શિક્ષક એ છે જે વિષયી હોય છે,અહીં વિષયીનો મતલબ ભોગ લાલસામાં ડૂબેલો એ નહીં પણ પોતાના વિષય- સબ્જેક્ટ સાથે જોડાયેલો,વિષયને પકડી રાખનાર.સાચો શિક્ષક વિષયથી દૂર નથી હોતો.આચાર્ય એ છે જે સાધક છે,માત્ર વિષયી નહીં જેમ કે શંકરાચાર્ય રામાનુજ વગેરે આચાર્ય છે.ગુરુ સિદ્ધ છે વચન અને નજર સિદ્ધ હોય છે.પ્રત્યેક અદા,ચેષ્ટા અને મુદ્રાઓ સિદ્ધતાથી નીકળે છે.અહીં પ્રયાસ કે અભિનય નહીં પરંતુ અનેક અનુભૂતિથી નીકળતું હોય છે.સદગુરુ નખશિખ શુદ્ધ હોય છે. સંસ્કાર અને વિકારથી મુક્ત હોય છે કારણ કે બંને બંધન છે.બુદ્ધ પુરુષ એ છે તે વિષયી પણ છે,સાધક પણ છે,સિદ્ધ પણ છે,શુદ્ધ પણ છે અને આ ચારેયનો સમન્વય છે.જેમ કે શંકરાચાર્ય અદ્વૈતનું તો કોઈ દ્વૈતાદ્વૈતનો સમન્વય કરે.બુદ્ધ પુરુષ બધા જ વિષય (સબ્જેક્ટ)નો સમન્વય છે.માત્ર શાબ્દિક નહી હાર્દિક પણ છે.બાપુએ જણાવ્યું કે કલી પ્રભાવમાં ક્યારેક ક્યારેક સાધક ગુરુની પાસે જઈને અભિમાની બનીને આવતો હોય છે.

આજે જગતગુરૂ આદિ શંકરાચાર્ય વિશે થોડીક વાત કરવી છે.૧૨૦૦ વર્ષ પહેલા એક અવતાર ભારતમાં આવેલો.આચાર્ય શંકર મને વધારે નજીક પડે છે. રામાનુજ,રામાનંદ નસ-નસમાં ધૂમે છે.માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય,વલ્લભાચાર્ય પણ ઘૂમી રહ્યા છે. શંકરાચાર્યનો જન્મ દક્ષિણમાં થયો.વેદ,સ્મૃતિ,પુરાણ એ બધાનું આપ મંદિર છો,કરુણાલય છો.પ્રજ્ઞા પણ હતી અને કરુણા પણ હતી.જન્મની ભાષા મલયાલમ. તેનું ગામ કાલડી જ્યાં એ પ્રગટ થયા. અને સર્જન કર્યું સંસ્કૃતમાં.તેમનું નિર્વાણ ઉતરાખંડમાં થયું.બાપુએ કહ્યું કે ઉત્તરાખંડ કેદારનાથ બદ્રીનાથમાં એક કરોડ રૂપિયાની રાશિ શંકરાચાર્યની મૂર્તિ માટે અર્પણ કરેલી પણ કોઈ એના વિશે બોલતું નથી!મધ્યપ્રદેશ-ઓમકારેશ્વરમાં ગુરુદક્ષિણા આચાર્ય ગોડપાદથી મેળવી જે બંગાળી હતા.ગુરુ સ્થૂળ નહીં પણ પ્રવાહ છે.ધારા છે,ગુરુ પ્રસાદ છે. કૃપાનું ઘનીભૂત રૂપ છે.ગુરુ બધા જ શાસ્ત્ર,દર્શન એ બધાનું પ્રમાણ છે.શ્રૃતિ પ્રમાણ,સ્મૃતિ પ્રમાણ અને ગ્રંથોનું પ્રમાણ છે.ગુરુ અને આચાર્ય પ્રકાશ છે,સૂર્યનો નહીં ચંદ્રનો.

સદગુરુ ઐસા ચાહિયે જેસે પૂનમ કા ચાંદ;

તે જ તો કરે તો ય તપે નહીં.

ગુરુ સૌથી મોટો દાતા છે.આઠ વર્ષની ઉંમર એટલું જ પ્રારબ્ધ હતું કે કર્મની ગતિ કહું?નદીમાં મગરે પકડી લીધો,મૃત્યુ એ પકડ્યો,સ્નાન કરતી વખતે. એ જ વખતે માં શોધવા નીકળી,શંકર ક્યાં ગયો? મગર ખેંચી રહ્યો હતો અને શંકરાચાર્ય બોલ્યા કે મને સંન્યાસી બનવાની મંજૂરી દે તો બચી શકીશ. મા એ કહ્યું કે હા સંન્યાસી બનજે! અને એ રીતે સંન્યાસનો જાણે મૃત્યુ ઉપર વિજય થયો! પરમાત્માએ ૮ વર્ષની ઉંમર આપી.આને ચમત્કાર ના સમજતા.આદેશ થયો કે ગ્રંથોનું ભાષ્ય કરો અને સંસ્કૃતમાં ભાષ્ય કર્યું દક્ષિણ ભારતની કન્નડ,મલયાલમ,તેલુગુ તમિલ બધી જ ભાષામાં મલયાલમમાં સૌથી વધારે સંસ્કૃત શબ્દ મળે છે એ શંકર પ્રભાવ છે.કરુણાના અને ક્ષમાના સ્તોત્ર બનાવ્યા.પરંતુ ભગવાન શંકર પર તો શંકરાચાર્ય પાગલ છે.છંદ-બંધારણ-મીટરમાં ગજબ હતા.કાશી અને હિમાલયમાં સમગ્ર ગ્રંથોનું ભાષ્ય કર્યું.બ્રહ્મસૂત્ર,ઉપનિષદ,ગીતા કરવું એ અવતાર વગર સંભવ નથી.એ જ વખતે કૃષ્ણાષ્ટક લખ્યું.મા ને સંભળાવ્યું અને શંકરાચાર્ય બોલ્યા કે તારા કરજામાંથી કઈ રીતે મુક્ત થઈશ? માતાએ કહ્યું કે મારા મૃત્યુના સમયે તું આવજે.પ્રતિજ્ઞા કરી કે આવીશ.એ પછી પુરી,બદ્રિકાશ્રમ,દ્વારીકા અને રામેશ્વર આ ચાર પીઠો.એ વખતે તો કોઈ માધ્યમ ન હતું કે એકબીજા સાથે વાત પણ કરે! આમ છતાં અંત: પ્રેરણા થઈ કે માં બીમાર થઈ છે અને નીકળી પડ્યા કાલડી આવવા માટે.સંન્યાસીને ગૃહમાં આવવાની મનાઈ હોય છે પરંતુ એ આખરી સમય હતો.આવ્યા.માતાએ કહ્યું કે કૃષ્ણાષ્ટક સંભળાવો. અને સંભળાવ્યું.સંન્યાસીને સોનું-કાંચન,કામિની અગ્નિ વગેરેને સ્પર્શની મનાઈ હોય છે છતાં માતાનો અગ્નિસંસ્કાર કર્યો.શાસ્ત્રોનું ભાષ્ય કર્યું અને ફરી ઉમર પૂરી થઈ ગઈ!ફરી નિર્વાણ-મૃત્યુ સામે આવીને ઊભું! એ વખતે ભગવાન આવ્યા કહ્યું કે પ્રચાર કોણ કરશે?ફરી ૧૬ વર્ષની ઉંમર આપી અને પુરા ભારતમાં પરિવ્રાજક બનીને ફર્યા.ગામડે-ગામડે,ઘરે-ઘરે ગયા. અને બે ત્રણ વખત સમગ્ર ભારતની યાત્રા કરી. વર્ણભેદ,ભાષાભેદ,પ્રાંતભેદ મટાડ્યો.અને ૩૨ વર્ષની ઉંમરમાં એટલું બધું કાર્ય કોઈ ન કરી શકે. મઠ સ્થાપિત થયા એ પરંપરા અદભુત છે.મદનમોહન માલવયાજી,ગાંધીજી,વિનોબાજી વગેરેએ પ્રેરણા લઈ અને ભારતની યાત્રાઓ કરી.શંકરાચાર્યનો બોધ કયો છે ?તત્વમિમાંસા,જ્ઞાનમિમાંસા અને આચારદર્શન આ તેમનો અર્ક-સાર જાણે કે સમગ્ર છે.પુરા શંકર તેમાં સમાઈ જાય છે.મિમાંસા શબ્દ આપને કઠિન પડશે.તત્વ શું છે? તત્વ અને સત્વમાં ભેદ છે.સત્વ ગુણ છે અને ગુણ સદૈવ બંધન છે. ગુણનો મતલબ થાય છે દોરી.પંચતત્વ,૨૪તત્વો,૩૨ તત્વ વગેરે તત્વ છે.તત્વનો મતલબ છે છેલ્લી વસ્તુ. તત્વ નિર્ગુણ છે ત્યાં બેની જગ્યા જ નથી.સત્વ દ્વૈત હોય છે.આનો સારાંશ ૧૮ પુરાણ,ખટદર્શન,આ બધાનું તત્વ કાઢયુ અને તત્વમાં પણ ત્વ શબ્દ મહત્વનો છે.ત્વ- એનો મતલબ થાય છે-પણું.જેમ કે પિતૃત્વ,માતૃત્વ વગેરે.સત્વમાં ભેદ છે,તત્વ અભેદ છે. જ્ઞાન મિમાંસા કરી,આચાર દર્શનની મિમાંસા કરી, પંચદેવોની પૂજા, બ્રહ્મચર્યનું પાલન,ભોજનની માત્રા વગેરે આચારસંહિતા બતાવી અને ૩૨ વર્ષની ઉંમરમાં અંતરધ્યાન થયા કેદારનાથમાં.શંકરાચાર્ય સંન્યાસી હોવા છતાં પણ આપણા જેવા ગૃહસ્થથી દૂર નથી રહ્યા એટલે એનું ગૃહસ્થ પંચાંગ પણ સમજવા જેવું છે.

એ પછી કથાપ્રવાહમાં શિવ ચરિત્રની કથા અને પાર્વતી રામ જન્મના કારણો 0પૂછે છે.

TejGujarati