દેડીયાપાડા પંથકમાં ખેડૂતો સાથે લાખોનું ફુલેકુ કરીકુલ રૂ.48,26,080/-ની છેતરપિંડી કરવાનો વધુ એક કિસ્સો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દેડીયાપાડા પંથકમાં ખેડૂતો સાથે લાખોનું ફુલેકુ કરીકુલ રૂ.48,26,080/-ની છેતરપિંડી કરવાનો વધુ એક કિસ્સો

આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારી  દેડીયાપાડાને આપ્યું આવેદન

217 ખેડુતોને ખેતરમાં પાણી નો બોર બનાવવાની લાલચ આપી કુલ રૂ. 48,26,080/-પડાવી લેતા ફરિયાદ

આમ આદમી પાર્ટીએ આમરણ ઉપવાસ અને અંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, 

રાજપીપલા,તા.6

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત ફરી એકવાર નર્મદાનાં ભોળા ખેડૂતો માટે પુરવાર થઈ છૅ.દેડીયાપાડા પંથકમાં ખેડૂતો સાથે લાખોનું ફુલેકુ કરી કુલ રૂ.48,26,080/-ની છેતરપિંડી કરવાનો વધુ એક કિસ્સો આમ આદમી પાર્ટીએ પ્રકાશમાં લાવ્યો આવ્યો છૅ.દેડીયાપાડા-ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં  વર્ષ-૨૦૨૨ દરમિયાન  ખોટું માર્ગદર્શન આપી ખેડૂતો પાસેથી લાખોનું  ઉઘરાણું  કરી છેતરપીડી કરેલ સંસ્થા એગ્રી વર્લ્ડ સેન્ટર, દક્ષિણ ગુજરાતનાં બાબતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીનેપ્રાંત અધિકારી  દેડીયાપાડાને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીનાં આગેવાનો કાર્યકરોએ આવેદન
પત્ર આપીને 217 ખેડુતો ને ખેતર માં પાણી નો બોર બનાવવાની લાલચ આપનાર એગ્રી વર્લ્ડ સેન્ટર નીવાલ્દા નાં ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ની માંગ કરાઈછૅ.

આવેદનપત્ર માં જણાવેલ વિગત અનુસાર ડેડીયાપાડા-ઉમરપાડા  તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતોને પોતાની સંસ્થામાં  જોડાવવાની ફી  ૨૫૦/- રૂપિયા ભરીને  સભાસદ બનાવેલ અને ર૧૭ ખેડૂત મિત્રો  પાસેથી ૨૧,૯૯૦/ રૂપિયામાં 300 ફૂટનો બોર કરાવવી આપીને ૨૦ ફુટ જેટલો પીવીસી પાઇપ સાથે બોર મુકી આપવાની લાલચ આપીને  ૨૧૭ ખેડૂતો પાસે થી કુલ રૂપિયા ૪૭,૭૧,૮૩૦/-  તે ૨૧૭ ખેડૂત/સભાસદ બનાવવાના ઈરાદા તરીકે અલગ થી  કુલ રકમ  ફી  ૫૪,૨૫૦/ નુંમળી કૂલ રૂ.રૂ.48,26,080/-નું
ઉઘરાણું કરેલ  છે. એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત, નામની સંસ્થા કે સંગઠન માં  કાર્ય કરતાં ઇસમો  જેમના નામો  (૧) વસાવા જયદિપભાઈ હરીલાલભાઈ રહે. નિવાલ્દા તા.દેડીયાપાડા (૨)દેશમુખ જતીનકુમાર પ્રતાપભાઇ રહે.મોટા શુકાઆંબા તા.દેડીયાપાડા જી.નર્મદા (૩)વસાવા મેહુલકુમાર ફુલસીંગભાઇ રહે. બલ  તા.દેડીયાપાડા જી. નર્મદાની આગેવાનીમાં  વિવિધ ગામડાઓના અભણ, અજ્ઞાન અને  ઉડાણ વિસ્તારના ખેડૂતોને લોભામણી  માર્ગદર્શન આપી તેઓ  પાસેથી નાણા ઉઘરાણું કરી આદિવાસી વિસ્તારના ૨૧૭ ખેડૂતોને કામ નહિ કરી આપતાં રીટન રૂપિયા લેવા માટે આટાફેરા મરાવી રહ્યાની ફરિયાદ થવા પામી હતી,જો આવેદનપત્ર બાબતે વધુ તપાસ કરવામાં આવે તો રેલો બીજા જિલ્લાઓમાં પોહ્ચે તો નવાઈ નહિ

આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવા રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહીત નર્મદા જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી અવગત કરાયા હતાં, વધુમાં છેતરપિંડી કરનાર સામે કાયદેસરની સખ્ત કાર્યવાહી કરવાની માંગ આપ પાર્ટી દ્વારા કરાઇ છે.
……………………………….
આ અંગે ડેડીયાપાડા નાં માજી ધારાસભ્ય મોતીભાઈ વસાવાએ આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે
દેડીયાપાડા તાલુકાનાં ખેડુત ભાઈઓને જણાવવાનું કે દેડીયાપાડા તાલુકામાં કેટલાક લોકો વિવિધ સંસ્થાઓના નામે
કેટલાક આગેવાનો દશ કે પંદર હજાર રૂપિયા ભરી ખેડૂતોને ખેતીનાં બોર મોટર કરી આપવાની જાહેરાતો કરે છે. ૧ બોર કરવા માટે ૩૦૦ ફુટનો ખર્ચ ૩૦ હજારથી ૩૫ હજાર રૂપિયા થાય છે. તો ઉપરની રકમ આપવાની છે તે એવી ભારત સરકાર કે ગુજરાત સરકારની કોઈ યોજના નથી અને જો હોય તો સરકારનો પરિપત્ર અથવા જાહેરાત કે પછી સોસિયલ મિડિયા પર આવેલ સિંચાઇ કે ખેતી વાડી વિભાગની જાહેરાત આ બધી વિગતોની ચકાસણીની કર્યા પછી જો તમને યોગ્ય લાગે તો તમે જે રકમ આપો છો તેની રેવન્યુ સ્ટેમ્પ વાળી રસીદ મેળવવાનો આગ્રહ રાખો. નહીં તો આવા ઘણા બધા છેતરપિંડીનાં ગંભીર બનાવો બને છે. તો આવી યોજનાઓનો લાભ લેતા પહેલા તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ સેવક કે તલાટી પાસેથી માહિતી મેળવી લેવી જરૂરી હોવાનું જણાવ્યું હતું
………………………………..
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati