સતી દેવીના દેહનાં વિવિધ અંગો અને અલંકારો જે જે ભાગમાં પડ્યા એ તમામ સ્થાનકો પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે.ગુજરાતમાં ત્રણ પ્રમુખ શક્તિપીઠ અંબાજી,કાલિકા અને બહુચરાજી મનાય છે. પાવાગઢ પર્વતની ટોચ ઉપર સતી દેવીના જમણા પગની આંગળીઓ પડી હોવાનું મનાય છે. સુલતાન મહમદ બેગડાએ આ કાલિકા મંદિરના શિખર અને ધજાને ધ્વસ્ત કર્યા હતાં. વડીલ સુરેન્દ્ર પટેલ કાકાની આગેવાનીમાં કાલિકા માતા મંદિરને નવું સ્વરૂપ અપાયું છે.એમની એન્જિનિયરિંગ આવડત અને શક્તિને દાદ આપવી રહી. મંદિર ઉપરની દરગાહને સમજાવટથી એક ખૂણામાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોપણ કરી કાલિકા મંદિરનું ઉદઘાટન કર્યું. આપણે કાલિકા માતાજીના દર્શન કરી ધન્ય થઈએ.