હું અમેરીકા HOLIDAY કરવા નહિ પણ આપના DAYS ને HOLY કરવા આવ્યો છું:મોરારિબાપુ.

ધાર્મિક સમાચાર

 

ભય અને પ્રલોભનનાં કારણે ફ્લાવર્સમાંથી લોકો ફોલોઅર્સ થઈ રહ્યા છે.

નિંદા અને સ્તુતિ બંને સહન કરી લેવા એ તપ છે.

ઓંટારિયો-કેલિફોર્નિયાથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ઘણી જીજ્ઞાશાઓ અને પ્રશ્નો હતા. કોઈએ પૂછેલું બાપુ આપ અમેરિકા શું કામ આવ્યા છો!બાપુએ કહ્યું કે યુવાનો થોડી તૃષા અને પિપાસા લઇને બેઠા છે અને નાના-નાના બાળકો અને અહીંની ગુજરાતી ન જાણતી દીકરી સત્ય-પ્રેમ અને કરુણા લખાવે છે એ માટે આવ્યો છું!વિદેશી છતાં ગુજરાતી બોલે છે,અને ટકોર કરતા બાપુએ કહ્યું કે ગુજરાતી(ભાષા)મરશે નહીં.તમે પણ ઘરમાં ગુજરાતી બોલશો.જોબ કરવા,જોબ શોધવા કે ડોલર લેવા નથી આવ્યો,પણ પાંચ-સાત વર્ષના બાળકો માટે અમેરિકા આવું છું.અને અમેરિકાના આજે સ્વતંત્રતા દિવસ પર અહીં વસવાટ કરતા દરેકને વધાઈ અને અભિનંદન આપ્યા.બાપુએ કહ્યું કે અહીં હોલીડે કરવા નહીં પણ તમારા દિવસોને હોલી કરવા માટે આવ્યો છું.

આચાર્ય નાગાર્જુન બૌદ્ધકાલીન સમયમાં થયા અને રસાયણ વિજ્ઞાનના મોટા વિદ્વાન રહ્યા.તેમણે આચાર્યના લક્ષણો-પાંચ શીલ બતાવ્યા.શિક્ષક, આચાર્ય,ગુરુ,સદગુરુ અને બુદ્ધ પુરુષના ક્રમમાં મધ્યમાં ગુરુ છે.આપણે કોઈક ગુરુના આશરે કોઈકના પ્રકાશ સાથે ગતિ કરીએ છીએ.તો એ પાંચ શીલ શું છે?એક-જે ગુરુ કોઈ પણ વાતમાં બિલકુલ ચોક્કસ,નિર્ણિત,સાવધાન,જાગૃત છે એ પ્રથમ શીલ છે.બીજું-આચાર્ય સ્મરણશીલ હોવો જોઈએ.એ ઈશ્વરને નિરંતર યાદ કરે એમ પોતાના આશ્રિતને પણ નિરંતર યાદ કરે.બાપુએ કહ્યું કે ભય અને પ્રલોભનનાં કારણે ફ્લાવર્સમાંથી લોકો ફોલોઅર્સ થઈ રહ્યા છે. ત્રીજુ-આપણામાં જિજ્ઞાસા ઊભી કરે અને આપણને પૂછવાની આઝાદી આપે.આજે આપણને મોક્ષ આપનાર,નિર્વાણદાતા પોતાને કહેડાવનાર મુક્તિ માટે આપણને બાંધી દે છે!આપણી આઝાદી છીનવી લે છે.બાપુએ કહ્યું કે નિર્વાણદાતા મારા મહાદેવ છે અને મારા વ્યક્તિગત મતથી રુદ્રાષ્ટક સ્ત્રોત શિરોમણિ છે.ચાર- આપણી ઓકાત અને લાયકાત અનુસાર આપે અને પાંચમું-સમગ્ર વિશ્વને પોતાનો વર્ગ બનાવી દે.આ આચાર્યના પાંચ શીલ છે.

આજે અનેક પ્રશ્નોના ખૂબ જ ટૂંકા ઉત્તર આપતા બાપુએ કહ્યું:તપ કોને કહે છે?નિંદા અને સ્તુતિ બંને સહન કરી લે.દાન કોને કહેવાય?ક્ષમા.શ્રેષ્ઠ વ્રત ક્યું? જ્યાં સુધી સંભવ બને મૌનવ્રત.યજ્ઞ કયો કરવો જોઈએ?જપયજ્ઞ શ્રેષ્ઠ છે.સંયમ-નિયમ ક્યાં છે? યુક્તઆહાર અને યુક્તવિહાર.પૂજામાં શું કરવું જોઈએ?જરૂરત મંદોની સેવા.કરવા જેવું કર્મ ક્યું? પ્રેમ.ભાવના કેવી રાખવી જોઈએ?વિશ્વ મંગળની. પ્રાણાયામ કેવા પ્રકારે કરવો?નિરંતર હરિનામ ચાલુ રહે એ રીતે.યાત્રા કઈ કરવી જોઈએ?અંતરયાત્રા. બાપુએ જણાવ્યું કે ગીતાજીમાં દ્રોણાચાર્ય,કૃપાચાર્ય વગેરે ઘણા જ આચાર્યની વાત છે અને એ ન્યાયથી એક શ્લોક છે જે કંઈક જુદી રીતનો છે પરંતુ ગુરુ અને આચાર્યની ઉપાસના એટલે કે એની પાસે બેસવું એ શું છે?અમાનિત્વં-પહેલું લક્ષણ એ છે કે શ્રેષ્ઠ હોવા છતાં શ્રેષ્ઠતાનું અંશમાત્ર અભિમાન ન હોય. અદંભિત્વં- કોઈ પ્રકારનો દંભ કે પડદો ન હોય. અહિંસા-મન,વચન અને કર્મથી કોઈને પીડા અને કષ્ટ ન આપે.શાંતિ-ક્ષમાનું દાન કરે.આર્જવં-ઋજૂતા, સહજતા અને સરળતાથી ભરેલા હોય.આચાર્યઔપાસનં શૌચ-આંતર અને બાહ્ય શુદ્ધિ હોય. સ્થૈર્યં- સ્થિરતા હોય અને આત્મનં- મનને કાબુમાં રાખતા હોય આ આચાર્ય અથવા ગુરુના લક્ષણો ગણાવી શકાય.

 

 

TejGujarati