અભિનેતા પુનિત ઈસ્સર દ્વારા લિખિત  “મહાભારત” નાટકની ગુજરાતમાં લાઈવ પ્રસ્તુતિ કરવામાં આવી

મનોરંજન વિશેષ સમાચાર

“अधर्म को मूक बनकर, जो मात्र निहारे जाते हैं ।
भीष्म हों, द्रोण हों या कर्ण हों, सब के सब मारे जाते हैं ॥”

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત લાઈવ શો “મહાભારત ધ એપિક ટેલ”ની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહાભારતમાં જેમને દૂર્ધોધનનો રોલ કર્યો હતો તેવા
જાણીતા કલાકાર પુનિત ઈસ્સરે નાટકની સ્ટોરી લખવામાં ઉપરાંત ડીરેક્શન પણ તેમણે જ કર્યું છે. તેમણે નાટક દ્વારા આજની યુવા પેઢીને ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. જે રીતે અધર્મ પર ધર્મનો વિજય એજ આપણી ભારત વર્ષની નીતિ છે ત્યારે 21મી સાદીમાં પણ આપણા હિન્દૂ ધર્મના સંસ્કાર, બંધારણ, પ્રાચીન કાળથી હિન્દૂ ધર્મનું રક્ષણ કરતા આજની નવી પેઢીને મહાભારત, રામાયણ, ગીતા જેવું જ્ઞાન મળવું જોઈએ. જેથી એમના વિચારો શુદ્ધ, પ્રગતિકારક બને તથા ધાર્મિક, સામાજિકમાં સારું કામ ભવિષ્યમાં કરી શકે તે હેતુથી મહાભારતના નાટક લાઈવ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. લોકોએ તાળીઓના ગળગળાટથી આ નાટકની પ્રશંસા કરી હતી. દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કેમ કે, લાઈવ થીયેટરની મહાભારતની રોચક સ્ટોરીએ દર્શકોને ટસથી મસ થવા નહોતા દીધા.

નાના પડદાના મોટા અભિનેતા એવા ગૂફી પેઈન્ટર, સિદ્ધાત ઈસ્સર, યશોધન રાણા, દાનિશ અખ્તર, કરણ શર્મા, સચિન જોષી, સંજય મખિજા જેવા અદભૂત કલાકારોએ
દૂર્યોધન, શકુની, કર્ણ, ભીષ્મ, ભગવાના કૃષ્ણ, અર્જુન, ભીમ, કર્ણ જેવા કિરદારોને જાણે જીવંત કરી દીધા હોય તેમ તેમના પાત્ર નિભાવ્યા હતા. ખાસ કરીને આ નાટકની
વાર્તાએ મહાભારતની કથાના મહત્વના કિરદારોને સારી રીતે પ્રસ્તુત કર્યા હતા. જેના કારણે દર્શકો થકી નાટકને ખૂબ જ સરાહના મળી હતી

TejGujarati