વ્હાલનું તાપણું …! – બીના પટેલ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સાવ ઠંડીગાર કેટલીક લાગણી ચોપાસ છે અહીં ,

વ્હાલનું એક નાનકડું તાપણું મને કેમ દીસે નહીં …

શબ્દોની અસમંજસ વધતી જાય છે ક્યારેક અહીં ,

ગેરહાજરી માં તારી ,કહાની કેમ ભુલાતી જાય નહીં …

દુનિયાની એક માપપટ્ટી અદ્રશ્ય રહેતી હશે અહીં ,

દરજ્જો માણસાઈનો વારંવાર કેમ બદલાતો હશે અહીં …

આપણેય કહેત

શાબાશ ,પોલા આકાશને અહીં ,

અમથું ઝૂકીને એ ધરતીની સમીપ કેમ પહોંચે અહીં …!!!

બીના પટેલ

TejGujarati