અક્તેશ્વર ચોકડી પાસેથી ટેમ્પા માથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી ઝડપાઈ
ત્રણ ઈસમો સામે ફરિયાદ
ટેમ્પા મા 5પાડા સાથે
૩,૫૨,૦૦૦/- ના મુદામાલ ઝડપાયો
રાજપીપલા, તા 2
ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ચોકડી પાસેથી ટેમ્પા માથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી ઝડપાઈ છે.
જેમાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધી
ટેમ્પા મા 5 પાડા પકડી કૂલ
૩,૫૨,૦૦૦/- ના મુદામાલ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ફરિયાદી PSO ASI ગંભીરસિગ ભાવસિંગ ગરૂડેશ્વરપોલીસે જાતે ફરિયાદીબની આરોપીઓ
(૧) સોહેલ હુસેન જીઆઉદ્દીન દાયમા (૨) લાલાભાઇ જુમ્માશા દીવાન (બન્ને રહે,રેંગણ
તા.તિલકવાડા ) (૩) યુસુફભાઇ (રહે,રાજપીપલા કસબાવાડ)સામે ફરિયાદરાજપીપલા પોલીસ મથકે નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપીઓએ પોતાના કબ્જામાની પીકઅપ ગાડી નંબર GJ-27 X-2639 માં
પશુઓની હેરાફેરી કરવા અંગેનો કોઈ આધાર પુરાવા વગર તેમજ અતિ ક્રુરતા પુર્વક ટેમ્પામા બાંધી તેમજ
ઘાસચારો કે પાણીની સગવડો વગર ક્રુરતા પુર્વક હલન ચલન ન કરી શકે તે રીતે પાડા નંગ-૦૫, કિંમત
રૂ.૫૦,૦૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ. રૂ,૨૦૦૦/- તથા પીકઅપ ગાડી નં. GJ-27 X-2639
કિંમત રૂ. 3,00,000/- ગણી કુલ્લે રૂપિયા. ૩,૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સોહેલ હુસેન જીઆઉદ્દીન દાયમા
પકડાઈ જઈ
ગુનોકરતા પોલીસે આરોપી સામેપ્રાણી ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ ની કલમ ૧૧ (૧)
E, ૧૧ (૧) D, ૧૧ (૧) F તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણની અધિનિયમ ૨૦૦૫ કલમ
૯ (૧) (I) તથા પશુ સરંક્ષણ અધિનીયમની કલમ ૫ (૧), ૮ (૧) મુજબકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા