આડા સંબંધની વહેમે સોરાપાડા ગામે ઘરમાં સુતેલા ઈસમની કરપીણ હત્યાં

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આડા સંબંધની વહેમે સોરાપાડા ગામેઘરતા સુતેલા ઈસમની કરપીણ હત્યાં

રાજપીપલા, તા 2

આડા સંબંધની વહેમે સોરાપાડા ગામેઘરતા સુતેલા ઈસમની કરપીણ હત્યાંકરવાની ઘટના નર્મદા જિલ્લામા બનવા પામી છે.જેની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે

ફરિયાદી નિલમબેન આશિષભાઇ રાયસીંગભાઇ કોટવાડીયા ની વિધવા પત્ની (રહે-સોરાપાડા,નિશાળ ફળીયુ તા.દેડીયાપાડા)એ
આરોપીઓ (૧) દિપકભાઇ જલમસીંગભાઇ કોટવાડીયા (૨) રવિન્દ્રભાઇ નવાભાઇ કોટવાડીયા (બંન્ને રહે-સોરાપાડાતા.દેડીયાપાડા)સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર
આરોપી (૧) દિપકભાઇ જલમસીંગભાઇ
કોટવાડીયા તથા (૨) રવિન્દ્રભાઇ નવાભાઇ કોટવાડીયાએ મરનાર આશિષભાઇ રાયસીંગભાઇ કોટવાડીયા (રહે-સોરાપાડા નિશાળ ફળીયુ
તા.દેડીયાપાડા )ને આરોપી દિપકભાઇની માતા ઇન્દાબેન જલમસીંગભાઇ કોટવાડીયા
સાથે આડા સબંધો છે તેવો વહેમ રાખી આ કામના
મરનાર પોતાના ઘરમાં સુતા હતા તે ઘરમાં ગુનાહીત પ્રવેશ કરી આ મરનારને આરોપી
દિપકભાઇએ છાતીના ભાગે લાકડીના સપાટા મારી તથા આરોપી રવિન્દ્રભાઇએ છાતીનાભાગે તથા કુખમાં તથા પીઠના ભાગે ગડદા પાટુનો માર મારી મોત નિપજાવેલ.તેમજ ફરીયાદી બેન છોડાવવા
વચ્ચે પડતા તેને પણ આરોપી દિપકભાઇએ લાકડીના સપાટા મારી જમણા હાથમાં કાંડાના
ભાગે તથા કપાળમાં વચ્ચેના ભાગે ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટનાં હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનોકરતા દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati