હોટલ જય કુબેર રેસ્ટોરન્ટ ભદામ અને નિલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ પોઈચા સામે એસ.ઓ.જી.નર્મદા પોલીસ નો સપાટો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

હોટલ જય કુબેર રેસ્ટોરન્ટ ભદામ અને નિલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ પોઈચા સામે એસ.ઓ.જી.નર્મદા પોલીસ નો સપાટો

મેનેજર તરીકે પથિક સોફ્ટવેરમાં કોમ્પ્યુટરમાં
એન્ટ્રી નહી કરતા ફરિયાદ
બન્ને હોટલ મેનેજર સામે પોલીસ ફરિયાદ

રાજપીપલા, તા 2

નાંદોદ તાલુકાનાં ભદામ ગામે આવેલ હોટલ જય કુબેર રેસ્ટોરન્ટ તથા નિલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ પોઈચાનાં મેનેજર દ્વારા મેનેજર તરીકે પથિક સોફ્ટવેરમાં કોમ્પ્યુટરમાં
એન્ટ્રી નહી કરતા ફરિયાદ બન્ને મેનજર સામે પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમા કરવામાં આવી છે

જેમાં ફરીયાદી
કે.ડી. જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા જી.નર્મદાએ જાતે ફરિયાદી બની આરોપી અમિતકુમાર શાંતીલાલ પટેલ રહે. રાયજી ફળીયા ભદામ તા.નાંદોદ સામે ફરિયાદ નોંધી છે

ફરિયાદની વિગત અનુસાર
આરોપી અમિતકુમાર શાંતીલાલ પટેલ (રહે. રાયજી ફળીયા ભદામ,)હોટલ જય કુબેર રેસ્ટોરન્ટના મેનેજરે રીસેપ્શન કાઉન્ટર ઉપર કનેક્ટીવીટીવાળા કોમ્પ્યુટરમાં
એસ.ઓ.જી. નર્મદા તરફથી પથિક સોફ્ટવેરનો આઈ.ડી. તથા પાસવર્ડ આપી સોફ્ટવેર અંગે જીલ્લા
મેજીસ્ટ્રેટ નર્મદા તરફથી જાહેર કરેલ જાહેરનામાનો અમલ કરવા સુચના કરેલ હોવા છતાં આ ઈસમે હોટલ જય કુબેર રેસ્ટોરન્ટના મેનેજર તરીકે પથિક સોફ્ટવેરમાં ચાલુ માસે કોમ્પ્યુટરમાં
તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૨૮/૦૬/૨૦૨૨ સુધીની રજીસ્ટરમાં કરેલ કુલ ૧૫૦ મુસાફરોની નોંધ કરવામાં
આવેલ પૈકી માત્ર ૧૧ મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી હતી.તથા કુલ-૧૩૯ મુસાફરોની પથિક સોફ્ટવેરમાં
એન્ટ્રી નહી કરી જીલ્લા મેજી. નર્મદાનાં જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ બીજી ફરિયાદમા નિલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ પોઈચાનાં મેનેજર
સામે પણ ફરીયાદ કરાઈ છે
મનસ્વી અમિત ત્યાગી (રહે હાલ રૂમ નં.-૧ નિલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ પોઈચા,
મુળ રહે. બી-૧૦૧ વિકાસ વિહાર, વિકાસ નગર ઈસ્ટ ઉત્તમ નગર, પશ્ચિમ દિલ્લી, દિલ્લી)મેનેજર તરીકે પથિક સોફ્ટવેરમાં ચાલુ માસે કોમ્પ્યુટરમાં
તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૨૮/૦૬/૨૦રર સુધીની રજીસ્ટરમાં કરેલ કુલ ૧૩૭ મુસાફરોની નોંધ કરવામાં
આવેલ પૈકી માત્ર ૨૬ મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી તથા કુલ ૧૧૧ મુસાફરોની પથિક સોફ્ટવેરમાં
એન્ટ્રી નહી કરેલ તે બાબતે
કે.ડી. જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.શાખાએ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati