145મી રથયાત્રાનો થયો આરંભ. મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

145મી રથયાત્રાનો થયો આરંભ. મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરાઈ 145મી રથયાત્રાની થઈ શરૂઆત. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચાર્યએ નીકળ્યા.

રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંકમિત વચ્ચે 145મી રથયાત્રાની પહિંદવિધિ કોણ કરશે તેની અટકળો બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી જ પહિંદવિધિ કરશે તેવા સમાચાર આવતા ની સાથે જ ફરી એકવાર 145મી રથયાત્રાની આજે સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી અને રથને ધક્કો મારી રથયાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મહાનુભાવો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં ટ્રકો, અખાડાઓ, ભજનમંડળીઓ જોડાઈ છે અને જય રણછોડ માખણચોરના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું. મંદિરના દ્વાર ઓર જ રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી છે અને ભક્તો ઉન્માદ સાથે ઝૂમી ઉઠ્યા છે. આવો સાંભળીએ શુ કહ્યું રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા…

TejGujarati