બિલીમોરા નવસારી પંથકમાં આજ સુધી કોઈએ ના મેળવી હોય તેવી નાની ઉંમરમાં એક્ટર, ડીરેક્ટર તરીકેની સફળતા સુશીલ શાહે મેળવી

સમાચાર

લોકલ ટ્રેનમાં સફર કરવાથી લઈને જાણીતા એક્ટર બનવા સુધીની સિદ્ધી 28 વર્ષમાં પ્રાપ્ત કરી
27 વર્ષ જેવી નાની ઉંમરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક્ટર, ડીરેક્ટરની અનેક પ્રકારની લોકચાહના સુશીલ શાહે મેળવી છે. લોકલ ટ્રેનમાં સફર કરવાથી લઈને ફિલ્મોમાં એક્ટર
તરીકેની તેમની સફર કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. 1993માં બિલીમોરા નવસારી જેવા વિસ્તારમાં તેમનો જન્મ થયો હતો. પિતા અશોકભાઈ શાહને કોલસાનો નાનકડો બિઝનેસ હતો પરંતુ શરૂઆતમાં પરિસ્થિતિ એવી હતી કે, ભાડાના મકાનમાં રહેવું પડતું હતું શિક્ષણના કરીયરની અંદર પ્રથમ પગથિયું સરકારી સ્કૂલમાં ભણવાથી શરુ કર્યું હતું પરંતુ સુશીલે શાળા કક્ષાએથી જ એક્ટિંગ ક્ષેત્રે કરીયર બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી સ્કૂલમાં એક્ટિંગ ક્ષેત્રની તમામ સ્પર્ધામાં તેઓ ભાગ લેતા હતા. ત્યારથી જ લોકો સુશીલની એક્ટિંગના વખાણ કરતા હતા. ધોરણ 10માં ક્યાંક ઓડિશન હોય તો પણ ત્યાં પહોંચી તેમની કિસ્મત ચોક્કસથી આજમાવતા હતા જેમાં કેટલાક કડવા અનુભવો પણ થયા પરંતુ સુશીલ શાહ ભણવામાં પણ એટલા જ સ્કોલર હતા. જેથી શરુઆતમાં સ્ટડી પર ફોકસ કર્યું.
ધોરણ 12 પાસ પછી ગવર્મેન્ટ એન્જિનિયરીંગમાં પાલનપુરમાં એડમિશન મેળવ્યું પરંતુ એક્ટર, ડીરેક્ટર બનવું એ સપનું હતું જેથી સુશીલે મુંબઈની વાટ પકડી જ્યાં અંધેરી ગોરેગાંવમાં 6 મહિના બોલિવૂડના દિગ્ગજ એક્ટર એવા અનુપમ ખેરની ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટર, ડિરેક્ટર તરેકીને ટ્રેનિંગ મેળવી. પોતાના ટેલેન્ટથી એક પછી એક બ્રેક થ્રુ મળવાનું શરૂ થયું.
ક્રાઈમ પેટ્રોલમાં 8 એપિસોડ લીડ એક્ટર તરીકે કામ કર્યું, આ સિવાય અન્ય રોલ પણ મળ્યા, એક્ટિંગ ગાડી ચાલી જ હતી કે ત્યાં મધરના દેહાંતના સમાચાર આવતા સુશીલને ઘેરો શોક લાગ્યો પરંતુ થોડા સમયના અંતરાલે ફરીથી મુંબઈમાં એક્ટિંગનું કામ શરૂ રાખ્યું તેવામાં જ 2 વર્ષમાં સુશીલના પિતાનું અવસાન થઈ ગયું. જેથી પરિસ્થિતિવસ મુંબઈ છોડીને વતન પરત ફરવું પડ્યું. સુશીલે માતા-પિતાની છત્રછાયા ગુમાવી. નાની ઉંમરે માતા-પિતાને ગુમાવ્યાનું પારાવાર દુઃખ હતું આ પરિસ્થિતિમાં ભલભલાની માનસિકતા તૂટી જાય છે થોડો સમય સુશીલને પણ આઘાત લાગ્યો.
આ સ્થિતિમાં પણ બિલીમોરા નવસારી જેવા નાના વિસ્તારથી એક્ટિંગ શરૂ કરી. ગુજરાતમાં પ્રથમ બ્રેક 2018માં રાઘવ ડિજિટલમાં મળ્યો પટેલનો દિકરો આલ્બમ કામ કર્યું અને ફરીથી તેમાં નામ મેળવ્યું ત્યાર બાદ અન્ય 3 સીરીયલમાં એઝ અ લીડ એક્ટર તરીકે કામ કર્યું. ઘણા આલ્બમ સોન્ગમાં એઝ એ એક્ટર ડીરેક્ટર તરીકે કામ કર્યું. આટલા ઓછા સમયમાં અત્યાર સુધીમાં 250થી 300 આલ્બમ સોન્ગમાં કામ કર્યું. જેમાં એઝ અ એક્ટર ડીરેક્ટર 100 આલ્બમમાં કામ કર્યું. આ ઉપરાંત આગામી દિવસોમાં 2 ગુજરાતી મૂવી પણ આવી રહી છે જેમાં એઝ અ લીડ એક્ટર તરીકે સુશીલ શાહ નજરે પડશે.
આગામી સમયમાં જલદી જ આ ફિલ્મો રીલીઝ થશે. આમ સુશીલની સફર મુંબઈથી શરુ થઈ એ સમયે લોકલ ટ્રેનમાં સફર કરતો સુશીલ શાહ આજે જાણીતા એક્ટર તરીકે ગુજરાતભરમાં નામના મેળવી ચૂક્યા છે. 28 વર્ષ જેવી નાની ઉંમરમાં અનેક પ્રકારના મુકામો સર કર્યા છે.
વધુમાં જણાવતા સુશીલ શાહે કહ્યું કે, હવે ગુજરાતમાં જ રહી ગુજરાતી ઈન્ડસ્ટ્રીને એક નવા મુકામ તરફ લઈ જવો એ મારો ગોલ બની ગયો છે. એન્ટરટેઈનમેન્ટના અલગ જ સ્ટેજ પર આ ઈન્ડસ્ટ્રીને લાવવી છે. એટલા માટે જ હું એક્ટરની સાથે જ ડીરેક્ટર પણ બન્યો છું. 3 વર્ષથી ગુજરાતમાં આ ક્ષેત્રે જોડાયેલો રહ્યો છું. આગામી સમયમાં સતત ગુજરાતી મૂવી પર ફોકસ કરવું છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો પ્રભાવ ગુજરાતમાં કચ્છથી લઈ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી પશ્ચિમ ગુજરાત સુધી રહે તે દિશામાં કામ કરવું છે.

TejGujarati