મુંબઈનાં કુર્લા ખાતે મકાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાય પહોંચાડતા મોરારીબાપુ

ધાર્મિક

 

ગત સોમવારની મોડી રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધસી પડતા પ્રાપ્ત માહિતી અનુસાર 17 લોકો ના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા 5,000 પ્રમાણે સહાય મોકલવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ કુલ રૂ ૮૫ હજાર ની આ રાશિ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તેમજ તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.

 

TejGujarati