વિનમ્ર વિનંતિ બે હાથ જોડી ને તને, શરમાયાં વગર તૂં જલ્દી જલ્દી આવ… ખેડૂતોનાં ખેતરોમાં અનાજ પાણી તૂં લાવ…. હવે તો તૂં આવ… કુલીન પટેલ ( જીવ )

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

વિનમ્ર વિનંતિ કરું વરસાદ ને,

હવે તો વાદળે થી સીધાવ…

ખેડૂતોએ તને પોંખવા ખેતરો ને ખેડી રાખ્યા,

બાળકો એ કાગળની બનાવી રાખી છે નાવ,

હવે તો તૂં આવ…

મોર નું મ્હો ટહુકાઓ કરી કરી ને થાકી ગયું છે,

કવિઓ દ્વારા મલ્હાર ગવાઈ ગવાઈ ને થંભી ગ્યો છે,

પ્રજાજનો પરસેવા થી રેબઝેબ થઈ પોકારી રહ્યાં છે,

બસ હવે બઉ થ્યું, માનપાન માગ્યા વગર પાણી તૂં વરસાવ..હવે તો તૂં આવ…

જ્યોતિષો તારી આગાહી કરી કરી ને થાક્યા,

ટીટોડીઓ એ ખુલ્લાં ખેતરો માં ઈંડા મૂકીને તને આવકારવા આશા નાં તોરણ બાંધ્યા,

સોશ્યલ મીડિયા માં ગુગલની માહિતીઓ ને પણ તેં ઠગારી …

મન મારું તેનાં પર થી ડગ્યું…

ગુગલ અને જ્યોતિષો લાગણીઓ ની લાજ રાખી તૂં સંબેલાધારે વરસાવ,

હવે તો તૂં આવ…

કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી ના રથ નગર યાત્રા એ રથયાત્રા દ્વારા નિકળ્યા હવે એમનાં રથ ને અમી છાંટના નો વરસાદ બનીને તો આવ…..

વિનમ્ર વિનંતિ બે હાથ જોડી ને તને,

શરમાયાં વગર તૂં જલ્દી જલ્દી આવ…

ખેડૂતો નાં ખેતરો માં અનાજ પાણી તૂં લાવ….

હવે તો તૂં આવ…

કુલીન પટેલ ( જીવ )

TejGujarati