એચ. એ. કોલેજ ધ્વારા કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યુ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા છેલ્લા પાંચ વર્ષથી “નો પ્લાસ્ટીક પ્લીઝ” કેમ્પેઈન ચાલી રહ્યું છે. ભારત સરકાર ધ્વારા ૧લી જુલાઈ ૨૦૨૨ થી લગભગ ૧૯ પ્લાસ્ટીકની બનાવટો ઉપર પ્રતિબંધ મૂક્યો છે જે આવકારદાયક છે. આજરોજ એચ. એ. કોલેજ ધ્વારા ચાલતા આ અભીયાનમાં લગભગ ૩૦૦ કોટન બેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે પ્લાસ્ટીકના વપરાશને કારણે પાણી, હવા તથા જમીનમાં પ્રદુષણ ફેલાયુ છે જેનાથી ભયંકર રોગો થઇ રહ્યાં છે ફળદ્રુપ જમીનમાં પ્લાસ્ટીક ભળવાથી પાકના વાવેતરમાં ઝેર ઉત્પન્ન થાય છે જે ભયાનક છે. વિશ્વમાં હાલ ૩૦ વર્ષ ચાલે તેટલીજ ફળદ્રુપ જમીન બચી છે જેનું સંવર્ધન કરવુ જરૂરી છે. ક્લાઈમેન્ટ ચેન્જમાં સૌથી મોટી અસર પ્લાસ્ટીકના બેફામ વપરાશને કારણે થઇ છે. જો આપણે પ્લાસ્ટીકનો ઉપયોગ વિવેક તથા પૂરતી સમજણથી નહી કરીએ તો ભાવી પેઢીને તંદુરસ્ત રીતે જીવી શકાય તેવુ વાતાવરણ આપી શકીશુ નહી. એચ. એ. કોલેજ ધ્વારા શરૂ કરેલા “નો પ્લાસ્ટીક પ્લીઝ” કેમ્પેઈનને સમાજના દરેક વર્ગમાંથી આવકાર મળી રહ્યો છે.

TejGujarati