જીસીપીએલના પહેલા રાઉન્ડમાં ખુબ જ લોકપ્રિય ફિલ્મ પોપટલાલ એન્સ સન્સ બાદ હવે બીજા રાઉન્ડમાં સુપર મોમ્સ એનટરટેઈનમેન્ટ અને વર્સેટાઈલ વડોદરા ટીમ લઈને આવી રહ્યા છે હોરર, સસ્પેન્સ અને થ્રિલર શોર્ટ ફિલ્મ- બુલાકી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

GCPL – ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગના બીજા રાઉન્ડ માટે ટીમ વર્સેટાઈલ વડોદરા ફ્રેન્ચાઇઝીના ઓનર રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદી તેમના સુપર – મોમ્સ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ એક અનોખા જ કન્સેપટની હોરર ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે – ‘બુલાકી’. આ ફિલ્મને ડિરેક્ટ કરી છે પ્રિયંકા ત્રિવેદીએ. આ ફિલ્મની વાર્તા લખી છે ભાવિન રાજપુરોહિત તથા યુવા લેખક ફેનિલ દવેએ. આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા યતિન પરમાર, આંચલ શાહ, મનન નાયક, ક્રિપાલસિંહ સોલંકી, ભાવિન રાજપુરોહિત અને જાણીતા યુ-ટયુબર “યોયો જેવી” જયવીરસિંહ ઝાલાએ. આ ફિલ્મના ડીઓપી છે કેલ્વિન ક્રિશ્યન. આ ફિલ્મને સંગીતથી સુસજ્જ કરી છે જાણીતા મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ઠાકરે અને ફિલ્મના એડિટિંગનું કાર્ય સાંભળ્યું છે જાણીતા યુ-ટ્યુબર પાર્થ મિસ્ત્રીએ. ૩૦ મિનીટની આ ફિલ્મ સસ્પેન્સ, થ્રિલર, અને હોરરના ભરપુર મનોરંજનથી ભરેલી છે.

આ ફિલ્મના શૂટ વિશે વાત કરતા પ્રોડ્યુસર – ડિરેક્ટર પ્રિયંકા ત્રિવેદીએ જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ સતત 3 રાત અને એક દિવસ ચાલ્યું હતું અને અમદાવાદથી 50 કીમી દૂર અંતોલી ગામે થયું હતું. હોરર જેવી ફીલ આવે એ માટે ફિલ્મનું લોકેશન પણ જંગલ જેવી જગ્યાએ જ થયું છે. આ ફિલ્મ શૂટ કરવાની અમને ખુબ મજા આવેલી, 3 રાત શહેરથી દુર.. ગામડામાં આખા યુનિટે ખુબ જ મજા કરી હતી.

રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદીએ તેમની પહેલી જ ફિલ્મ “પોપટલાલ એન્ડ સન્સ”થી કોમ્પિટિશન અને લોકોની આતુરતાનું એક લેવલ વધાર્યું છે. પહેલી જ ફિલ્મમાં ઓડિયન્સની વાહવાહી મેળવનાર અને ઓડિયન્સને પેટ પકડીને હસાવનાર આ બે નિર્માત્રીઓ તૈયાર છે લોકોને ડરાવવા માટે.. તો તમે પણ તૈયાર થઇ જાઓ.

આ ફિલ્મને ફ્રીમાં નિહાળવા માટે તમારે ફક્ત ‘કલરવ ગુજરાતી’ એપ ડાઉનલોડ કરવી પડશે, જે એપ પ્લે સ્ટોર પર અવેલેબલ છે.

GCPLનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતી સિનેમાના જાણીતા તથા ઉભરતી પ્રતિભાઓને એક જ સાથે પ્લેટફોર્મ પૂરું પાડે તેવું એક અનોખો પ્રયાસ GCPL દ્વારા શરુ કરવામાં આવ્યો છે.

TejGujarati