શ્રી એન .એમ. શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરના સંસ્કૃત વિભાગ દ્વારા 2022-2023 ના વર્ષ અંતર્ગત “अषाढस्य प्रथम दिवसे कालिदासस्य जन्मस्यात् ” કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આ કાર્યક્રમ ની શુભ શરૂઆત ડૉ. કુંજલ ત્રિવેદીએ માં સરસ્વતીની વેદોક્ત સ્તુતિ ગાન કરી કરી હતી. અને આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. રાજેશ ત્રિવેદી સાહેબ દ્વારા સંસ્કૃત સાહિત્ય ની રોચક માહિતી આપવામાં આવી. સંસ્કૃત વિભાગ ના અધ્યાપક ડો. નીરવ કંસારા દ્વારા મેધદૂત ખંડ કાવ્ય નો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો.કોલેજ ના સંચાલક શ્રી નવીન ભોજક સાહેબ દ્વારા અધ્યક્ષીય વક્તવ્ય આપવામાં આવ્યું. કોલેજ પરિવાર ના અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા અનેમોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ નું સફળ સંચાલન અને આભારવિધિ કોલેજ ના સાંસ્કૃતિક વિભાગ ના અધ્યક્ષા અને સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડો. કુંજલ ત્રિવેદીએકર્યું હતું.

ડૉ. કુંજલ ત્રિવેદી
સંસ્કૃત પ્રોફેસર. કવિયત્રી.
સંસ્કૃત ભારતી .કાર્યકર્તા.

શ્રી એન. એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર.
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી ભાજપ..પાટણ ગુજરાત.

TejGujarati