દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાન કરાવેલી ૪૪ મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રેલીનું SOU એકતાનગર ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાન કરાવેલી ૪૪ મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રેલીનું SOU એકતાનગર ખાતે કરાયું ઉષ્માભર્યું સ્વાગત

દેશમાં યોજાનારા ૪૪ મા ચેસ ઓલિમ્પિયાડના અવસરે શરૂ કરાયેલી ટોર્ચ રીલે ૪૦ દિવસમાં ૭૫ શહેરોમાં ભ્રમણ કરશે અને હવે પછી જે દેશમાં ઓલિમ્પિયાડ રમાશે ત્યાં પણ ભારતમાંથી જ આ ટોર્ચ જશે
-ગ્રાન્ડ માસ્તર તેજસ બાકરે

રાજપીપલા,તા.30
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત તા.૧૯ મી જૂને નવી દિલ્હી ખાતેથી આગામી માસમાં ચેન્નાઇ ખાતે યોજાનારી ૪૪ મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રીલેનું પ્રસ્થાન કરાવ્યા બાદ ચેસ રમતના ગ્રાન્ડ માસ્તર અંકિત રાજપરા અને તેજસ બાકરે, ગુજરાત ચેસ એસોશિએશનના પ્રમુખ અને ઓલ ઇન્ડીયા ચેસ ફેડરેશનના ઉપપ્રમુખ ભાવેશ પટેલ અને ચેસના ખેલાડીઓ સાથેની આ ટોર્ચ રેલી આજે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ પ્રતિમા SOU- એકતાનગર ખાતે આવી પહોંચ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર થઇને એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે આવી પહોંચતા સાંસદ શ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખપર્યુષાબેન વસાવા, સહકારી આગેવાન ધનશ્યામભાઇ પટેલ, વગેરેની ઉપસ્થિતિમાં પરંપરાગત આદિવાસી નૃત્યની વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. SOU-એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે જિલ્લા વહિવટીતંત્ર અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ ટોર્ચ રીલે સાથે પધારેલા ગ્રાન્ડ માસ્તર અને ચેસ રમતના ખેલાડીઓના યોજાયેલા સન્માન-અભિવાદન સમારોહમાં ટોર્ચ રીલેના ગ્રાન્ડ માસ્તરના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાને ટોર્ચ રીલે અર્પણ કરાઇ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ તેમના પ્રાસંગોચિત ઉદબોધનમાં ટોર્ચ રીલે સાથે ચેસ રમતના પધારેલા સૌ ખેલાડીઓને એકતાનગરની ભૂમિ પર આવકારતા જણાવ્યું હતું કે, દેશના હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૧૦ માં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં એક લાખ લોકોને એકીસાથે ચેસની રમતમાં બેસાડીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ચેસ એ આપણી પૈતૃક રમત છે. આ ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડનું યજમાનપદ ભારત દેશને અપાવીને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચેસની રમતને વિશ્વના ફલક પર લઇ જઇ રહ્યાં છે ત્યારે આપણા દેશના ખેલાડીઓએ પણ ચેસની આ રમતામાં મહત્તમ મેડલ્સ મેળવીને દેશન નામ વૈશ્વિક સ્તેર રોશન થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવા પણ તેઓએ ખાસ અનુરોધ કર્યો હતો. આ ચેસ ટોર્ચ રીલે અંગે ગુજરાતના ગ્રાન્ડ માસ્તર તેજસ બાકરેએ જણાવ્યું હતુ કે, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વડાપ્રધાનએ ગત તા.૧૯ મી જૂને દેશમાં ઓલિમ્પિયાડ ટોર્ચ રીલેનો પ્રારંભ કરાવ્યો છે. સૌ પ્રથમ વખત દેશમાં ૪૪ મો ચેસ ઓલિમ્પિયાડ રમાવાનો છે તે માટે શરૂ કરાયેલી આ ટોર્ચ રીલે ૪૦ દિવસમાં ૭૫ શહેરોમાં ભ્રમણ કરશે અને હવે પછી જે દેશમાં ઓલિમ્પિયાડ રમાશે ત્યાં પણ ભારતમાંથી જ આ ટોર્ચ જશે.

એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સન્માન-અભિવાદન કાર્યક્રમ બાદ સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે આ ટોર્ચ રીલે ગ્રાન્ડ માસ્તરને અર્પણ કરી તેમના આગળના નિર્ધારિત પ્રવાસના રૂટ માટે વિદાય અપાઇ હતી. તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati