ભયમાં રહેશો નહીં જામનગરવાસીઓ અમે તમારી સાથે છીએ: જામનગર એસપી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભયમાં રહેશો નહીં જામનગરવાસીઓ અમે તમારી સાથે છીએ: જામનગર એસપી

જામનગર
સંજીવ રાજપૂત

રથયાત્રા જેવા અન્ય ઉજવણીના તહેવાર આવી રહ્યા છે ત્યારે જામનગર એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજી લોકોને ભયમુક્ત રહેવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો.

આમ તો પોલીસ નામ પડે એટલે બે ઘડી રૂંવાટા ઉભા થઇ જાય પરંતુ જ્યારે પોલીસ મિત્ર બની પ્રજાના રક્ષણ માટે પ્રજા વચ્ચે આવે ત્યારે તે વાત ખોટી સાબિત થાય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુંએ. એસપી ડેલુંએ જામનગર શહેરના ત્રણ ડિવિઝન એ બી અને સી માં આવતા વિસ્તારોમાં LCB, SOG, ટ્રાફિક અને પોલીસ કર્મીઓને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ભય ના રહે અને તેમને પડતી મુશ્કેલીઓને પોલીસ સમક્ષ નિખાલસ જણાવી શકે તેમજ આગામી દિવસોમાં તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે જામનગર પોલીસ હંમેશા જામનગરવાસીઓની સાથે છે તે હતો. એસપી પ્રેમસુખ ડેલું એક સામાન્ય પરિવારમાંથી આવે છે જેથી સામાન્ય લોકોની વેદના તે સમજી શકે છે અને તેમના પ્રશ્નોને વાચા આપી તેનું નિરાકરણ લાવવામાં નિપુર્ણ છે.

અમદાવાદ ખાતે ઝોન 7 માં ફરજ બજાવી ચૂકેલા તેમના વિસ્તારના લોકો આજે પણ તેમના કરેલ કાર્યને બેખૂબી યાદ કરે છે જેમણે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નોને સમજ્યા છે અને લોકોને કનડગત કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી તેમના વિસ્તારોમાં શાંતિ બનાવી રાખી હતી. આવો જાણીએ શું કહ્યું પ્રેમસુખ ડેલુંએ જામનગરવાસીઓને..

બાઈટ: પ્રેમસુખ ડેલું એસપી જામનગર

TejGujarati