જિલ્લાની ૧૩ જેટલી પ્રાથમિક શાળઓમાં શરૂ કરાઇ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬૭૫ પ્રાથમિક શાળાઓમાં ૮૦૯૮
જેટલા બાળકોને ધો-૧ માં અપાયો શાળા પ્રવેશ :

૩૫ દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ

જિલ્લાની ૧૩ જેટલી પ્રાથમિક શાળઓમાં શરૂ કરાઇ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા

જિલ્લાની આંગણવાડીઓમાં કુલ-૨૯૩૬ જેટલાં ભૂલકાઓનું પણ કરાયું નામાંકન

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી સહિત વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, સનદી અધિકારીશ્રીઓ-જિલ્લાઘના ઉચ્ચ અધિકારીશ્રીઓ જિલ્લાના ગામડાઓ ખૂંદીને આનંદ ઉમંગ ઉલ્લાસ ભર્યા માહોલમાં વિદ્યાર્થીઓને રંગેચંગે કરાવ્યો શાળા પ્રવેશ


રાજપીપલા

સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા્માં પણ યોજાયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણી દરમિયાન ધોરણ-૧ માં જિલ્લામાં ૪૧૫૦ કુમાર અને ૩૯૪૮ કન્યા મળી કુલ- ૮૦૯૮ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે જિલ્લાની આંગણવાડીઓમાં ૧૫૨૫ કુમાર અને ૧૪૧૧ કન્યા સહિત કુલ-૨૯૩૬ જેટલા ભૂલકાંઓને પ્રવેશ અપાયો હતો.
રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદી, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડો.મધુકર પાડવી, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ વગેરે જેવા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાની ૬૭૫ જેટલી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કુલ- ૬૭૫ ગામોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ૬૭૫ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રૂા.૧,૧૬,૪૫૪/- રોકડ અને રૂા.૭,૩૫,૪૩૬/- ની લોકસહકાર પેટે વસ્તુ સ્વરૂપમાં દાન સહિત કુલ રૂ.૮,૫૧,૮૯૦/- ની કિંમતનું સહાયના રૂપમાં દાન પ્રાપ્ત થયું છે. જિલ્લાની ૧૩ જેટલી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati