ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III તૈનાત કરાયા છે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સંજીવ રાજપૂત
અમદાવાદ

ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III તૈનાત કરાયા છે.

ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાં રૂપે પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. આ પ્રસંગે પોરબંદર અને ગુજરાત ક્ષેત્રના વિવિધ સૈન્ય અને નાગરિક મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

આ સ્ક્વૉડ્રનની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની “આત્મનિર્ભર ભારત”ની દૂરંદેશીને અનુરૂપ તટરક્ષક દળની આત્મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ તરીકે અંકિત થઇ છે. ALH MK III હેલિકોપ્ટરોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેક (HAL) દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર, શક્તિ એન્જિન, સંપૂર્ણ ગ્લાસ કૉકપીટ, ઉચ્ચ તીવ્રતાની સર્ચ લાઇટ, અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ, ઓટોમેટિક ઓળખ સિસ્ટમ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ હોમર જેવી અન્ય સુવિધાઓથી સજ્જ છે. પોરબંદર ખાતે ALH MK-III સ્ક્વૉડ્રનની નિયુક્તિથી ગુજરાત પ્રેદશના સુરક્ષાની દૃશ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય તટરક્ષક દળની ક્ષમતાઓને મોટો વેગ પ્રાપ્ત થશે.

TejGujarati