લશ્કરી ભરતીમાટેની અગ્નિપથ યોજનાનો નર્મદા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

લશ્કરી ભરતીમાટેની અગ્નિપથ યોજનાનો નર્મદા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

રાજપીપળા ખાતેનર્મદા કોંગ્રેસનાં ધરણા પ્રદર્શન

રાજપીપલા, તા 28

લશ્કરી ભરતીમાટે ની અગ્નિપથ યોજનાનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે.અગ્નિપથ યોજનાથી દેશ ના યુવાનોનું ભાવિ અંધકારમય બનશેએમ ધારાસભ્ય પી. ડી. વસાવાએ જણાવ્યું હતું.ભાજપ સરકારની પ્રજાવિરોધી નીતિની ના લીધે પ્રજા મોંઘવારી બેરોજગારી વીજળી જેવી અનેક સમસ્યા સમસ્યાઓ થી ઘેરાયેલી છે અને બીજી બાજુ નવ યુવાનો માટે કેન્દ્ર ની ભાજપા સરકાર દ્વારા જેલશ્કરી ભરતી મા અગ્નિપથ યોજના જાહેર કરી છે જેમાં પરંપરાગત પદ્ધતિ તથા નિયમોને બાજુ પર મૂકી દેશના સૈનિકોના મનોબળને નબળું બનાવવાનું કાર્ય કર્યું છે જેથી નવયુવાનો લશ્કરમાં જોડાવા ઈચ્છતા હોય તેઓ સખત વિરોધ કરી રહ્યા છે જેથી કોંગ્રેસ દ્વારા પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે રાજપીપળા ગાંધીચોક પર અહિંસારૂપી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાંનાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર ભાઈ વાળંદ, માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન કાદરી ઈમ્તિયાઝઅલી, રાજુ ભાઇ ભીલ , મલંગ રાઠોડ, સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

રાજપીપળા ખાતે ની ગાંધીજી ની પ્રતિમાં પાસે કોંગ્રેસ કાર્યકરો એ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજપીપળા ના ધારાસભ્ય પી.ડી . વસાવા એ અગ્નિપથ યોજના ને દેશ ના યુવાનો ના ભવિષ્ય માટે ખતરારૂપ ગણાવી હતી , યુવાનોનું ભાવિ અંધકાર મય બનશે અને યોજના પ્રત્યે યુવાનો માં રોષ ફેલાયેલો હોવાનું જણાવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati