એચ. એ. કોલેજને સતત આઠમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોલેજોમાં સ્થાન મળ્યુ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય મેગેઝીન “ઈન્ડીયા ટુડે” ના રાષ્ટ્રીય સર્વેમાં દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સતત આઠમા વર્ષે પસંદગી થઇ છે. આના મૂલ્યાંકનમાં કોલેજના પ્રવેશનું કટઓફ, એકેડેમીક એચીવમેન્ટ્સ, રીસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ફેસીલીટી, કોલેજનું પરિણામ, પ્લેસમેન્ટ, સમાજના અગ્રણીઓનું મંતવ્ય તથા કોલેજની લીડરશીપને ધ્યાનમાં લેવાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું કે આ સિધ્ધી મેળવવામાં જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ સુધીરભાઈ નાણાવટીનો સિંહફાળો છે. તેમના સહકાર અને મદદથી અમોને પ્રોત્સાહન મળ્યુ છે. કોલેજના અધ્યાપકોનું કમીટમેન્ટ, વિદ્યાર્થીઓની શીસ્ત, સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણીક તથા સલામતભર્યું વાતાવરણ, ઓવરઓલ ડેવલપમેન્ટ સંદર્ભની પ્રવૃત્તિઓ, રેગ્યુલર અને ઈફેક્ટીવ ટીચીંગના કારણે કોલેજે સતત આઠ વર્ષ સુધી ભારત દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન પામી છે. આ રાષ્ટ્રીય મેગેઝીનમાં એચ. એ. કોલેજે “કોલેજીસ વીથ બેસ્ટ વેલ્યુઝ ફોર મની” ના સર્વેમાં સમગ્ર ભારતમાં છઠ્ઠો નંબર પ્રાપ્ત કર્યો છે તથા “કોલેજીસ વીથ લોએસ્ટ ફીસ” માં દેશમાં નવમો નંબર પ્રાપ્ત કર્યો છે જે અસાધારણ સિધ્ધી કહી શકાય.

TejGujarati